Rajkot News/ રાજકોટ નાગરિક બેંકની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં મામા- ભાણેજના જંગમાં મામાની પેનલની જીત

રાજકોટ નાગરિક બેંકનીચૂંટણીમાં જ્યોતીન્દ્ર મહેતાની સહકાર પેનલના તમામ ઉમેદવારોની જીત થઈ છે.આપણે જણાવી દઈએ કલ્પક મણિયારની સંસ્કાર પેનલના ઉમેદવારો હાર્યા છે.

Top Stories Gujarat Rajkot

Rajkot News:રાજકોટ (Rajkot) નાગરિક બેંકની ચૂંટણીમાં જ્યોતીન્દ્ર મહેતાની સહકાર પેનલના તમામ ઉમેદવારોની જીત થઈ છે.આપણે જણાવી દઈએ કલ્પક મણિયારની સંસ્કાર પેનલના ઉમેદવારો હાર્યા છે. ત્યારે ભાજપ RSSના ટેકા વાળી પેનલનો વિજય થયો છે.આજે સવારે 10:30 વાગ્યા સુધીમાં હાઈ-પ્રોફાઈલ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સહયોગ પેનલનો વિજય થયો છે. સહયોગ પેનલના તમામ ઉમેદવારો જીત્યા છે. જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલનો વિજય થયો છે જ્યારે કલ્પક મણિયારની સંસ્કાર પેનલનો પરાજય થયો છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સહયોગ પેનલનો વિજય થયો છે. સહયોગ પેનલના તમામ ઉમેદવારો જીત્યા છે. જેમાં મામા જીત્યા છે અને ભાણેજ નાગરિક બેંકની ચૂંટણીમાં હારી ગયા છે. જ્યોતિન્દ્ર મહેતાની સહયોગ પેનલનો વિજય થયો છે. કલ્પક મણિયાર સંસ્કાર પેનલ હારી ગઈ છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી

સહકાર પેનલના કીર્તિદાબેન જાદવનો વિજય થયો હતો

સહકાર પેનલના જ્યોતિબેન ભટ્ટનો વિજય થયો હતો

કીર્તિદાબેન જાદવને 286 મત મળ્યા હતા

જ્યોતિબેન ભટ્ટને 290 મત મળ્યા હતા

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. સહયોગ પેનલના કીર્તિદાબેન જાદવનો વિજય થયો છે. સહયોગ પેનલના જ્યોતિબેન ભટ્ટનો વિજય થયો છે. કીર્તિદાબેન જાદવને 286 મત મળ્યા હતા. જ્યારે જ્યોતિબેન ભટ્ટને 290 મત મળ્યા હતા.

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. કુલ સરેરાશ મતદાન 96.39% હતું. રાજકોટ મતદાન મથક પર 96.43% મતદાન થયું હતું. 332 પ્રતિનિધિઓમાંથી 320એ મતદાન કર્યું છે.

નાગરિક બેંકની ચૂંટણીનો મામલે કલ્પક મણિયારના ભાઇ મિહિર મણિયારે મીડિયા સાથે વાત કરી  છે.જેમા કલ્પક મણિયારની સંસ્કાર પેનલે હાર સ્વીકારી છે . અને નાગરિક બેન્કની ચૂંટણી એકતરફી હોવાની વાત કરી છે. ચૂંટણી દરમિયાન સહકાર પેનલે કાવા-દાવા કર્યાનો આક્ષેપ કર્યો છે અને  નાગરિક બેંકની ચૂંટણીમાં પરાજય સ્વીકાર કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં ડેન્ગ્યુંને કારણે બે જણાના મોત નીપજતા તંત્ર દોડતું થયું

આ પણ વાંચો:રાજકોટમાં લવ જેહાદ : હિન્દુ પત્ની ધરાવતા વિધર્મીએ સગીરાનું કર્યું અપહરણ

આ પણ વાંચો:રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના ઈંજેક્શનનો જથ્થો ખાલી થતા દર્દીઓને હાલાકી