Rajkot News : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ભારે બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના ઈંજ્કેશનનો જથ્થો ખાલી થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે. જેને પગલે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે છે કે છેલ્લા દોઢ વર્ષથી હોસ્પિટલમાં થેલેસેમિયા ઈંજેકશનનો જથ્થો નથી.
સામાન્ય રીતે થેલેસેમિયાના દર્દીઓને નિયમિત ત્રણથી ચાર જેટલા ઈંજેક્શનોની જરૂર પડતી હોય છે. બજારમાં થેલેસેમિયાના એક ઈંજેક્શનની કિંમત રૂપિયા 200 છે. બીજીતરફ રાજકોટમાં 300 થી 400જેટલા થેલેસેમિયાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ પ્રકારના રોગના દર્દીઓનેશરીરમાં આર્યનના કન્ટ્રોલ માટે આ ઇન્જેકશનની જરૂરિયાત પડતી હોય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા, કોર્ટે નોંધ્યું- આ કૃત્ય પશુતુલ્ય, કાયદાનો ડર જરૂરી
આ પણ વાંચો: વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન