Ahmedabad News: અમદાવાદમાં વર્ષ 2017માં આરોપીએ પ્રેમિકાના પતિ અને સાસુની હત્યા કરી હતી. આરોપીએ બંનેના માથા પર કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બાદ આરોપી બળદેવ ઠાકોર સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જેમાં 38 સાક્ષી અને 38 પુરાવાના આધારે અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી.
ઘટનાની વાત કરીએ તો, ફરિયાદીએ પોતાના એક સગાને ઓઢવમાં મકાન ભાડે આપ્યું હતું. ભાડુઆતે છુટાછેટા લીધેલા અને એક પુત્રીની માતા સાથે લગ્ન કર્યા હતા. ભાડુઆતની પત્ની પોતાની સાસુની દવા લેવા માટે એક હોસ્પિટલમાં જતી હતી. જ્યાં તેની મુલાકાત આરોપી બળદેવ ઠાકોર સાથે થઈ હતી. વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમસંબધમાં બંધાઈ ગયો. બંનેના અનૈતિક સંબંધોની જાણ પરિણિતાના પતિ અને સાસુને થઈ હતી. જે બાદ પતિએ પરિણિતાને તેની પુત્રી સાથે વતન મહારાષ્ટ્રમાં મોકલી દીધી હતી. જેનાથી ઉશ્કેરાઈને આરોપી બળદેવ ઠાકોરે પ્રેમિકાના સાસુ અને પતિની હત્યા કરી દીધી હતી.
આરોપી બળદેવ ઠાકોરે પ્રેમિકાના પતિ અને સાસુના મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફરાર થઈ ગયો હતો. ઘરમાંથી ખરાબ વાસ આવતા પાડોશીએ મકાનમાલિકને ફોન કરીને માહિતી આપી હતી. જે બાદ મકાનમાલિકે ઘરનો દરવાજો ખોલીને જોતા બે મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે પાડોશીની પૂછપરછ કરતા મૃતકની પત્નીના અન્ય કોઈ સાથે આડા સંબંધ હોવાનું સામે આવ્યું હતું
આરોપી બળદેવ ઠાકોરે હત્યા કર્યા બાદ ઘરમાંથી લોહીના ડાઘા સાફ કરી નાખ્યા હતા. અને હથિયારને કચરામાં નાખીને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસને FSL રિપોર્ટમાં હથિયાર પર લોહીના ડાઘા મળી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મૃતકોને માથામાં વાગવાથી હેમરેજના લીધે મોત થયું હોવાનું સામે આવ્યું હતું.
કોર્ટમાં પ્રેમિકાએ પોતાના આરોપી પ્રેમીને ઓળખવાનો ઈન્કાર કરી દીધો. કોર્ટે દેહાંત દંડની સજા ફરમાવતા નોંધ્યું હતું કે, આ એક ઘાતકી કૃત્ય છે. અનૈતિક સંબંધોએ બે નિર્દોષ વ્યક્તિના જીવ લઈ લીધા છે. જો આરોપીને ફાંસી નહીં કરાય તો સમાજમાં આવા ગુનાઓ વધશે, ગુનેગારોમાં કાયદાનો ડર જરૂરી છે.
આ પણ વાંચો:ગીર સોમનાથના કોડીનારની ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા
આ પણ વાંચો:બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનારા ગુનેગારને કોડીનાર કોર્ટે ફટકારી ફાંસીની સજા
આ પણ વાંચો:એડવોકેટ કર્મવીર હત્યા કેસમાં પાંચ દોષિતોને ફાંસીની સજા