Gandhinagar News : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા ઠરાવ મુજબ ઉદય કોટકને તાત્કાલિક અસરથી ગિફ્ટ સિટી (GIFT City) ના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આગળના આદેશ સુધી આ જવાબદારી સંભાળશે. નિમણૂક સંબંધિત શરતો અને નિયમો અંગેનો નિર્ણય સરકાર દ્વારા બાદમાં જાહેર કરવામાં આવશે.
ડૉ. હસમુખ અઢિયાની જગ્યાએ નિમણૂક
આ પહેલાં આ પદ પર Hasmukh Adhia (IAS નિવૃત્ત) કાર્યરત હતા. તેમની નિમણૂક 19 જૂન, 2023ના ઠરાવથી કરવામાં આવી હતી. તેઓ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. હવે સરકારના નવા નિર્ણય અનુસાર તેમની જગ્યાએ ઉદય કોટક ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે.
ગિફ્ટ સિટી (GIFT City) ની મહત્વતા
ગિફ્ટ સિટી (GIFT City )દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. વૈશ્વિક નાણાકીય હબ તરીકે તેની ઓળખ મજબૂત બનતી જઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોકાણ, બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.