Bharuch News : ગાંધીનગરના હયાન ચૌહાણે સ્ટેટ ફેન્સિંગ(તલવારબાજી) ચેમ્પિયનશિપ 2025-26 સ્પર્ધામાં અંડર-10 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભરૂચ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં જે.એમ.ચૌધરી શાળાના 3 ખેલાડીઓ મેડલ જીત્યા, હવે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા નેશનલ કોમ્પિટિશન માટે મહારાષ્ટ્ર જશે.ફેન્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે સંલગ્ન અને અમેચ્યોર ફેન્સિંગ એસોસિએશન ઓફ ગુજરાતની દેખરેખ હેઠળ ભરૂચ ફેન્સિંગ એસોસિએશન દ્વારા ભરૂચ ખાતે ચાઇલ્ડ (અંડર-10) અને મિની (અંડર-12) સ્ટેટ ફેન્સિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં ફેન્સિંગ(તલવારબાજી) ફોઇલ ઇન્ડિવિજ્યુઅલ અંડર-10 બોયઝ કેટેગરીમાં ગાંધીનગરના હયાન વિપુલકુમાર ચૌહાણે સિલ્વર મેડલ જીતીને પોતાની શાળા જે.એમ.ચૌધરી શાળા અને શહેરનું ગૌરવ વધાર્યું છે.
તે ઉપરાંત આ જ શાળાના સુગનાબા રાઠોડે ફેન્સિંગ ફોઇલ ગર્લ્સ ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અને પરિનીતી ડોડીયારે ફેન્સિંગ સેબર ગર્લ્સ ઇન્ડિજ્યુઅલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં કોચ નીતાબેન ચૌધરી અને કિંજલબેન ઠાકોરના માર્ગદર્શન હેઠળ તાલીમ લેનાર આ વિજેતા ખેલાડીઓ હવે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે નેશનલ કોમ્પિટિશનમાં મહારાષ્ટ્ર જશે.
આ પણ વાંચો:કડી વિધાનસભા ચૂંટણીમાં ડમી એજન્ટ હોવાનો રમેશ ચાવડાએ લગાવ્યો આરોપ
આ પણ વાંચો:મતદાન પ્રક્રિયાનું મોનિટરિંગ વધારવા માટે ચૂંટણી પંચ કરવા જઈ રહ્યું છે અદ્ભુત વ્યવસ્થા
