Gandhinagar News/ સાબરમતી આશ્રમ નવીનીકરણની પ્રગતિની સમીક્ષા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં સાબરમતી આશ્રમના નવીનીકરણ પ્રોજેક્ટની પ્રગતિ, ગ્રીન ગ્રોથ પહેલ અને યુવાઓને સેવા પ્રવૃત્તિઓમાં જોડવાના મુદ્દાઓ પર વિગતવાર સમીક્ષા કરવામાં આવી.

Gujarat Gandhinagar
Bhupendra Patel Gandhinagar

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી તથા કાઉન્સિલના વાઈસ ચેરમેન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝન અને પ્રેરણાથી સાબરમતી આશ્રમના અદ્યતનીકરણ અને નવીનીકરણની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. બેઠક દરમિયાન આશ્રમના નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી વિવિધ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. એક્ઝિક્યુટીવ કાઉન્સિલના ચેરમેન આઈ.પી. ગૌતમે વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર કામગીરીની પ્રગતિનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો.

Bhupendra Patel meeting
Bhupendra Patel meeting

આ પ્રોજેક્ટ અંતર્ગત આશ્રમ પરિસરમાં આવેલા કુલ 28 મકાનોના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં 22 મકાનોનું રિસ્ટોરેશન પૂર્ણ થયું છે. બાકી રહેલી કામગીરી માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે તેમ બેઠકમાં જણાવાયું હતું.

98 હજાર જેટલા નાના-મોટા વૃક્ષો અને છોડનું પ્લાન્ટેશન

વડાપ્રધાનના ગ્રીન ગ્રોથના દિશાનિર્દેશોને અનુસરીને આશ્રમ પરિસરમાં હરિયાળી વધારવા માટે અત્યાર સુધીમાં લગભગ 98 હજાર જેટલા નાના-મોટા વૃક્ષો અને છોડનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ઉપરાંત, માર્ચ 2026 સુધીમાં વધુ 16 હજાર વૃક્ષારોપણ કરવાની યોજના પણ હાથ ધરાઈ રહી છે.

બેઠકમાં મુલાકાતીઓ ખાસ કરીને યુવાઓ આશ્રમની મુલાકાત દરમિયાન શ્રમદાન અને સેવા પ્રવૃત્તિઓમાં કેવી રીતે જોડાઈ શકે તે અંગે વિસ્તૃત ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યા હતા. સાથે જ, ગવર્નિંગ કાઉન્સિલની અગાઉની બેઠકના એજન્ડાને પણ બહાલી આપવામાં આવી હતી.

Bhupendra Patel meeting,Harsh Sanghvi
Bhupendra Patel meeting,Harsh Sanghvi

વિવિધ નેતા અને અધિકારીઓ બેઠકમાં હાજર

આ બેઠકમાં ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો સાંસદ નરહરી અમીન, કાર્તિકેય સારાભાઈ, જયેશ પટેલ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ રાહુલ ગુપ્તા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, પ્રવાસન સચિવ કુલદીપ આર્ય તથા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ઓ.એસ.ડી. આઈ.કે. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો:દ્વારકાધીશના શરણે CM ભૂપેન્દ્ર પટેલ, જગતમંદિરમાં પાદુકા પૂજન કરી આશીર્વાદ મેળવ્યા

આ પણ વાંચો:ફાગવેલમાં CM ભૂપેન્દ્ર પટેલે રૂ.348 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

આ પણ વાંચો:અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 15 નવી સ્માર્ટ અનુપમ શાળાઓનું લોકાર્પણ થશે