Not Set/ રાજકોટ : તબીબ સહીત પાંચ શખ્સો દ્વારા વ્યાજની ઉઘરાણી બાબતે યુવાનનું અપહરણ

રાજકોટના રૈયારોડ પર રેટીના હોસ્પિટલ ધરાવતાં નામાંકિત તબીબ સહિત પાંચ શખસો સામે વ્યાજની 12 લાખની ઉઘરાણી બેન્ક કર્મચારીનું અપહરણ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ નાેંધાતા ચકચાર જાગી છે. મળતી વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે રહેતા નિલેશભાઈ લલિતભાઈ ગોહેલ (33) નામના દલિત યુવાને કોટડાસાંગાણી પોલીસમાં નાેંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના રેટીના હોસ્પિટલના ડો.મુકેશ […]

Top Stories Gujarat Rajkot

રાજકોટના રૈયારોડ પર રેટીના હોસ્પિટલ ધરાવતાં નામાંકિત તબીબ સહિત પાંચ શખસો સામે વ્યાજની 12 લાખની ઉઘરાણી બેન્ક કર્મચારીનું અપહરણ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસ ફરિયાદ નાેંધાતા ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે રહેતા નિલેશભાઈ લલિતભાઈ ગોહેલ (33) નામના દલિત યુવાને કોટડાસાંગાણી પોલીસમાં નાેંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના રેટીના હોસ્પિટલના ડો.મુકેશ પોરવાલ તથા તેના હોસ્પિટલના કર્મચારી તેમજ રાજુભાઈ અને તેની સાથેના બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ નિલેશભાઈને ઇંટોના ભઠ્ઠા માટે રૂપિયાની જરૂર હોય તેના ભાઈ યસ બેન્કના કર્મચારી હરિશભાઈ મારફત ડો.મુકેશ પોરવાલનો સંપર્ક થયા બાદ મુકેશ પોરવાલે રૂ.12.50 લાખ 10 ટકાના વ્યાજે આપ્યા હતા.

જે રકમ પરત આપ્યા છતાં વધુ રકમ પડાવવા માટે ડો.મુકેશ પોરવાલ અને તેના સહિતના પાંચેય શખસોએ હરિશભાઈનું અપહરણ આઠ માસ પૂર્વે કર્યું હતું. વારંવાર માનસિક ત્રાસ આપતાં તબીબ સહિતના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી હરિશભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કોટડાસાંગાણી પોલીસ મથકમાં ગુનો નાેંધાયો છે.