Not Set/ શ્રીલંકા પહોંચ્યા પીએમ મોદી, વિસ્ફોટમાં માર્યા ગયેલાં લોકોને આપી શ્રદ્ધાંજલિ, રાષ્ટ્રપતિ સિરિસેના સાથે થઇ શકે છે આતંકવાદ પર ચર્ચા

શ્રીલંકામાં થયેલી આતંકવાદી હુમલાની કડી નિંદા કરતા પી.એમ. મોદીએ ટ્વિટ કર્યું છે, ‘મને વિશ્વાસ છે કે શ્રીલંકા ફરી ઉઠશે. ભયંકર કાર્યો શ્રીલંકાની ભાવનાને નથી હરાવી શકે. ભારત શ્રીલંકાના લોકો સાથે એકતા સાથે ઉભા છે. ‘ I am confident Sri Lanka will rise again. Cowardly acts of terror cannot defeat the spirit of Sri Lanka. India […]

Top Stories World

શ્રીલંકામાં થયેલી આતંકવાદી હુમલાની કડી નિંદા કરતા પી.એમ. મોદીએ ટ્વિટ કર્યું છે, ‘મને વિશ્વાસ છે કે શ્રીલંકા ફરી ઉઠશે. ભયંકર કાર્યો શ્રીલંકાની ભાવનાને નથી હરાવી શકે. ભારત શ્રીલંકાના લોકો સાથે એકતા સાથે ઉભા છે. ‘

વિસ્ફોટમાં માર્યા ગયેલાં લોકોને પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન તેમના વિદેશી પ્રવાસના બીજા દિવસે માલદીવથી શ્રીલંકા પહોંચ્યા.અહિયાં કોલંબો એરપોર્ટ પર શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે તેમનું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીએ અહીં એક છોકરાને વ્હાલ પણ કર્યું. તે પછી તેઓ સચિવાલય તરફ જવા રવાના થયા. વડાપ્રધાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે વાતચીત કરશે આ પછી તેઓ શ્રીલંકાના નેતા પ્રતિપક્ષ મહિન્દ્રા રાજપક્ષે અને તમિલ નેશનલ એલાયન્સના નેતાઓની સાથે પણ મુલાકાત કરશે.

modi-5_060919120420.jpg

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે તેઓ આતંકવાદ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરી શકે છે. થોડા દિવસ પહેલાં ઇસ્ટર પર થયેલી શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા પછી શ્રીલંકા પહોંચવાવાળા મોદી પ્રથમ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ છે. જોકે વડાપ્રધાન મોદીની આ ત્રીજી શ્રીલંકા યાત્રા છે. આ અગાઉ તેઓ 2015 અને 2017 માં શ્રીલંકાની મુલાકાત લીધી હતી.

તમને યાદ હશે  શ્રીલંકામાં ગઈ 21 મી એપ્રિલના રોજ શ્રીલંકામાં ઇસ્ટરના પ્રસંગે ભયંકર આતંકવાદી હુમલામાં 257 લોકો માર્યા ગયા હતા, જ્યારે 500 થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 11 ભારતીય નાગરીકો સામેલ હતાં.

આજે સાંજે દેશ પરત ફરશે પીએમ મોદી….

રવિવારે સાંજે તેઓ ભારત પરત આવશે. બપોરે 4:40 કલાકે તેમના તિરૂપતિ માટે શેડ્યૂલ નક્કી છે. તેમના વિદેશ પ્રવાસના પ્રથમ દિવસે, વડા પ્રધાન મોદી શનિવાર માલદીવમાં હતા,જ્યાં તેમણે ભારત અને માલદીવ વચ્ચે છ કરાર કર્યા હતા. માલદીવમાં વડાપ્રધાન મોદીને વિદેશીઓને આપવામાં આવતા સર્વોચ્ચ સમ્માન “રુલ ઓફ ઇઝ્ઝુદ્દીન”થી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.