Karnataka Politics 2026: કર્ણાટકના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દક્ષિણ ભારતમાં પાર્ટીના ‘સંકટમોચક’ ગણાતા ડી.કે. શિવકુમારે આજે કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બેંગલુરુ સ્થિત લોક ભવનના ભવ્ય ગ્લાસ હાઉસમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ડી.કે. શિવકુમારની સાથે જી. પરમેશ્વરે ડેપ્યુટી સીએમ અને અન્ય 13 મંત્રીઓએ પણ મંત્રીપદના શપથ લીધા છે.
આ ઐતિહાસિક ક્ષણ સાથે જ 8 વારના ધારાસભ્ય ડી.કે. શિવકુમારનું મુખ્યમંત્રી બનવાનું સપનું આખરે સાકાર થયું છે. આ શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી અને મંત્રીમંડળના પ્રભાવશાળી ચહેરાઓ
ડી.કે. શિવકુમાર (મુખ્યમંત્રી):
તેઓ કર્ણાટકના(Karnataka) 18મા મુખ્યમંત્રી બન્યા છે અને વહાલસોયા વોક્કાલિગા સમુદાયમાંથી આવે છે.
અગાઉની સિદ્ધારમૈયા સરકારમાં તેઓ ડેપ્યુટી સીએમ હતા અને 2020 થી કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ પદે કાર્યરત છે.
વર્ષ 1989 થી આજ દિન સુધી તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી. 1989 થી 2008 સુધી સાતનૂર અને 2008 થી સતત કનકપુરા બેઠક પરથી ધારાસભ્ય (MLA) તરીકે ચૂંટાતા આવ્યા છે.
જી. પરમેશ્વર (ઉપમુખ્યમંત્રી – Deputy CM):
તેઓ કર્ણાટકના(Karnataka) સૌથી પ્રભાવશાળી દલિત નેતા છે. અગાઉ તેઓ સિદ્ધારમૈયા કેબિનેટમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે.
વર્ષ 2018 માં તેઓ કર્ણાટકના પ્રથમ દલિત ડેપ્યુટી સીએમ બન્યા હતા. તેઓ 2010 થી 2018 સુધી કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
#WATCH | Karnataka CM-designate DK Shivakumar greets his predecessor Siddaramaiah, ahead of his swearing-in ceremony.
(Video Source: Karnataka DIPR) pic.twitter.com/jvZZuYjbPe
— ANI (@ANI) June 3, 2026
શપથ લેનારા અન્ય વરિષ્ઠ મંત્રીઓનો ટૂંકો પરિચય
કે.એચ. મુનિયપ્પા: કોંગ્રેસના સિનિયર દલિત નેતા જેઓ 1991 થી 2019 સુધી 7 વાર સાંસદ (MP) તરીકે ચૂંટાયા છે. કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં તેઓ રેલ રાજ્ય મંત્રી અને સામાજિક ન્યાય મંત્રી રહી ચૂક્યા છે.
કે.જે. જ્યોર્જ: કર્ણાટક(Karnataka) કોંગ્રેસના સૌથી અનુભવી નેતાઓમાંથી એક છે. તેઓ અગાઉ ગૃહમંત્રી અને ઉર્જા મંત્રી રહી ચૂક્યા છે અને બેંગલુરુની સર્વજ્ઞનગર બેઠક પરથી 1985 માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.
એમ.બી. પાટીલ: કોંગ્રેસનો મોટો લિંગાયત ચહેરો છે. તેઓ બાબલેશ્વર બેઠક પરથી સતત 4 વાર ધારાસભ્ય બન્યા છે અને અગાઉ ભારે ઉદ્યોગ તેમજ જળ સંસાધન મંત્રાલય સંભાળી ચૂક્યા છે. લિંગાયતને અલગ ધર્મ બનાવવાની માંગને કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા.
રામલિંગા રેડ્ડી: બેંગલુરુ શહેરના મોટા નેતા અને BTM લેઆઉટ બેઠકના ધારાસભ્ય છે. તેઓ 1989 માં પહેલીવાર જયનગરથી ચૂંટાયા હતા અને ત્યારબાદ 1994, 1999 અને 2004 માં પણ જીત્યા હતા. તેઓ રાજ્યના ગૃહમંત્રી અને પરિવહન મંત્રી રહી ચૂક્યા છે.
Karnataka શપથ લેનારા અન્ય મંત્રીઓની યાદી:
સતીશ જારકીહોલી
કૃષ્ણા બાયરેગૌડા
પ્રિયાંક ખડગે (મલ્લિકાર્જુન ખડગેના પુત્ર)
યુ.ટી. ખાદર (પૂર્વ વિધાનસભા અધ્યક્ષ)
ઈશ્વર ખંડ્રે
યતીન્દ્ર સિદ્ધારમૈયા (પૂર્વ સીએમ સિદ્ધારમૈયાના પુત્ર)
બૈરતી સુરેશ
શરણ પ્રકાશ પાટીલ
