જમ્મુ કાશ્મીર,
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બુધવારે પીડીપીના એક કાર્યકતાને ગોળી મારી હતી. આ ઘટના બાદ સુરક્ષાદળોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેને એક ગોળી લાગી હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું.
જમ્મુ-કાશ્મીર પોલિસ મુજબ કુલગામના નિવાસી પીડીપી કાર્યકતા અબ્દુલ મજીદ પોતાના ઘરની બહાર હતા જ્યારે આતંકીઓએ તેના પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળ પર પહોંચેલા સુરક્ષાદળોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઘટનાસ્થળને ચારે તરફથી કિલ્લેબંધી કરીને આતંકીઓ વિરુદ્વ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
PDP worker Abdul Majeed shot at by terrorists in Kulgam,Jammu and Kashmir. He has been shifted to hospital.More details awaited.
— ANI (@ANI) April 3, 2019
