સુરત,
સુરતના અમરોલીમાં લોકોએ જાતે જ બ્રિજનું લોકાર્પણ કર્યુ હતું. છેલ્લા કેટલાય સમયથી બ્રિજ બનીને તૈયાર થઈ ગયો હતો ત્યારે રિબિન કોણ કાપે તેની રાહ જોવાઈ રહી હતી. જેનું લોકાર્પણ લોકોએ જાતે જ કરી દીધું હતું. પરંતુ કમનસીબે બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં જાહેરાતનો ગડર પડ્તા બાઈક સવારનું મોત ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.


રોડ પર ગડર પડતા જોરદાર તણખાં પણ ઉડ્યા હતા.સુરત શહેરના કતારગામ-અમરોલી વિસ્તારને જોડાતા તાપી નદી પરના જુના બ્રિજ ઉપર દરરોજ ભારે વાહનોની અવરજવર હોય છે. શહેરની બહારથી પણ મોટી સંખ્યામાં હેવી વાહનો અહીંથી આવતા હોય છે, ત્યારે આજ સોમવારે સવારે કાર લઈને એક કન્ટેનર જઈ રહ્યું છે. આ કન્ટેનરની ઊંચાઈ વધુ હોવાથી બ્રિજ પર જાહેરાત માટે મુકવામાં આવેલા બોર્ડના ગર્ડર સાથે કન્ટેનર ધડાકા સાથે અથડાયું હતું.


કન્ટેનર અથડાતા જાહેરાતનું ગર્ડર ધકડા સાથે નીચે પટકાયું હતું. ગર્ડર જયારે નીચે પડ્યું, ત્યારે ત્યાંથી એક બાઈક પસાર થઈ રહ્યું હતું. ગર્ડર બાઈક ઉપર બેઠેલા બંને વ્યક્તિઓ પર પડ્યું હતું.


બે વ્યક્તિઓ પૈકી એકને ગંભીર ઈજા થઇ હતી, તો બીજા વ્યક્તિને સામાન્ય ઈજા થઇ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા શબ્બીર નામના વ્યક્તિને સારવાર માટે 108ની મદદથી સ્મીમેર હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોકટરે શબ્બીરને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે અમરોલી પોલીસ ગુનો દાખલ કરી તપાસ શરુ કરવાની કામગીરી શરુ કરી હતી.

બ્રિજ ઉપર હેવી વ્હીકલ ગડર સાથે ટકરાતા ગડર ધરાશાયી થયો હતો જેમાં બાઈક સવાર અને બીજા બે ઈસમો ગંભીર રીતે ઘવાયા હતા.
