Gujarat Local Body Election 2026/ રાજકોટમાં શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ફૂટ પેટ્રોલિંગ

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Gujarat Local Body Election 2026) કોઈપણ વિક્ષેપ ન થાય તે માટે અસામાજિક તત્વો અને રીઢો ગુનેગારો સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઝોન-1ના ડીસીપીની સૂચના પર, પોલીસ ટીમોએ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ઓચિંતી તપાસ અને કોમ્બિંગ કામગીરી હાથ ધરી હતી.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ મતદાન વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે પોલીસ સંપૂર્ણ રીતે કાર્યરત છે. ઝોન-1 ના ડીસીપીએ હેતલ પટેલે વ્યક્તિગત રીતે તેમના અધિકારક્ષેત્રમાં સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ આ “પગપાળા પેટ્રોલિંગ”નો મુખ્ય ઉદ્દેશ્ય મતદારોમાં સુરક્ષાની ભાવના જગાડવાનો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો છે. ચૂંટણી પૂર્વે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો અસુરક્ષાની લાગણી ન અનુભવે તે માટે પોલીસ દરેક સ્થળે ચાંપતો બંદોબસ્ત કરી રહી છે.

અસામાજિક તત્વો સામે લાલ આંખ

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Gujarat Local Body Election 2026) કોઈપણ વિક્ષેપ ન થાય તે માટે અસામાજિક તત્વો અને રીઢો ગુનેગારો સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઝોન-1ના ડીસીપીની સૂચના પર, પોલીસ ટીમોએ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ઓચિંતી તપાસ અને કોમ્બિંગ કામગીરી હાથ ધરી હતી. ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવાની સાથે, મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે.

શાંતિપૂર્ણ મતદાન માટે કડક પોલીસ તૈનાત: રાજકોટ પોલીસે વિવિધ મતદાન મથકો માટે સુરક્ષા યોજના તૈયાર કરી છે. સંવેદનશીલ મતદાન મથકો પર વધારાના પોલીસ દળો તૈનાત કરવાની અને જરૂર પડ્યે અર્ધલશ્કરી દળો તૈનાત કરવાની યોજના ચાલી રહી છે. પોલીસે નાગરિકોને ભય કે ગભરાટ વિના મતદાન કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. પોલીસે ચૂંટણી પહેલા જાણે ફ્લેગ માર્ચ કરતાં હોય તેમ બતાવ્યું હતું.


આ પણ વાંચો :સુરતમાં CMની ભવ્ય રેલી, AAPને સીધી ટક્કર

આ પણ વાંચો : ભાણવડમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો! કોંગ્રેસના બે અગ્રણી કાર્યકરોની અટકાયત, ધરણાની ચીમકી

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ