LPG Supply Update 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવ વચ્ચે ભારત સરકારે દેશમાં રસોઈ ગેસ (LPG) નો પુરવઠો જળવી રાખવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. સ્થાનિક અને કોમર્શિયલ ગ્રાહકોની વધતી માંગને પહોંચી વળવા માટે ભારત હવે માત્ર પરંપરાગત ખાડી દેશો પર નિર્ભર રહેવાને બદલે દુનિયાના અન્ય દેશો પાસેથી ‘સ્પોટ બુકિંગ’ દ્વારા ગેસ મંગાવી રહ્યું છે.
અમેરિકા સહિતના દેશો સાથે મોટી ડીલ
સરકારી ઓઇલ કંપનીઓએ (OMCs) તાજેતરના અઠવાડિયામાં અમેરિકા સહિત અનેક દેશો પાસેથી LPG ના વધારાના કાર્ગો બુક કર્યા છે. આ જથ્થો June અને July 2026 સુધીમાં ભારત પહોંચવાની ધારણા છે. આ આક્રમક વ્યૂહનીતિનો મુખ્ય હેતુ બજારમાં ગેસની અછતને અટકાવવાનો અને પુરવઠો સુરક્ષિત કરવાનો છે.
ઘરેલુ ઉત્પાદનમાં 20% નો વધારો
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં દરરોજ અંદાજે 80,000 ટન એલપીજી ની જરૂર પડે છે.
ઉત્પાદન: ઘરેલુ ઉત્પાદન 20% વધારીને 46,000 ટન પ્રતિ દિવસ સુધી પહોંચાડવામાં આવ્યું છે.
આયાત: અગાઉ ભારત પોતાની 60% જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરતું હતું, જે હવે વિવિધ દેશોમાંથી મેળવવામાં આવશે.
ખાડી દેશો પરની નિર્ભરતામાં ઘટાડો
અગાઉ ભારતની 90% LPG સપ્લાય યુએઈ, કતાર, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા ખાડી દેશોમાંથી આવતી હતી. પરંતુ યુદ્ધની સ્થિતિને જોતા ભારતે હવે આ દેશો પાસેથી પણ ખરીદી શરૂ કરી છે:
અમેરિકા
નોર્વે
કેનેડા
અલ્જીરિયા
રશિયા
હાલમાં આશરે 8 લાખ ટન એલપીજીનો જથ્થો બુક કરી દેવાયો છે જે ભારત તરફ આવી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચેલા 10 જહાજોમાંથી 9 માં LPG જ હતો, જે સરકારની સક્રિયતા દર્શાવે છે.
ગ્રાહકોને શું થશે ફાયદો?
નિષ્ણાતો માને છે કે ‘સ્પોટ ખરીદી’ (તત્કાલ ખરીદી) ની આ નીતિથી કિંમતોમાં સ્થિરતા આવશે. અલગ-અલગ દેશો સાથે ડીલ કરવાથી ભવિષ્યમાં કોઈ એક દેશમાં તણાવ સર્જાય તો પણ ભારતના પુરવઠાને અસર થશે નહીં. આમ, આગામી મહિનાઓમાં LPG સિલિન્ડરની અછત સર્જાય તેવી શક્યતા નહિવત છે.
આ પણ વાંચો:ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો! માર્ચમાં 50% નો જંગી ઉછાળો, યુદ્ધને કારણે ભાવ $116 ને વટાવી ગયા
આ પણ વાંચો: ભારતમાં ઇંધણ પર ભારે નુકસાન, OMCsને પેટ્રોલ, ડીઝલ,LPG પર ₹40,000 કરોડથી વધુનો ઝટકો
