Rajkot News : રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં યાંત્રિક રાઇડ્સની ટિકિટના દરમાં રૂ. 5નો વધારો કરવામાં આવ્યો છે. સંચાલકોની માંગણીને તંત્રએ સ્વીકારતા હરાજી પૂર્ણ થઈ હતી. યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા હરાજીમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ હરાજી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
છેલ્લા કેટલાય સમયથી સંચાલકોનો વિવાદ ચાલી રહ્યો હતો. મેળામાં 34 પ્લોટની હરાજી યોજવામાં આવી હતી. જેમાં આ વર્ષે રાઇડની ટિકિટમાં વધારો કરવામાં આવ્યો છે. આમ રૂ.5 નો વધારો કરવામાંઆવતા રાઇડનો ભાવ રૂ. 50 કરવામાં આવ્યો છે. યાંત્રિક રાઇડ્સ સાથે આ લોકમેળો યોજાશે.
બીજીતરફ મેળો ખૂબ જ સારી રીતે થશે તેવી સંચાલકોને આશા છે. જેમાં ગત વર્ષે થયેલી નુકસાનીની ભરપાઈ લોકમેળામાં થશે, એવી સંચાલકોની ગણતરી છે. વહીવટી તંત્રએ ખૂબ જ સહયોગ આપ્યો હોવાનું સંચાલતોનું કહેવું છે. બીજીતરફ R&B વિભાગ મંજૂરી આપશે કે નહીં તેને લઈ સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો:અમદાવાદના ઉદ્યોગપતિને 56.52 લાખ રૂ. નુકસાન, ડિજિટલ એરેસ્ટ કરીને નકલી પોલીસ કેવી રીતે લુંટ્યો….
આ પણ વાંચો:સુરતમાં યુવાનને ડિજિટલ એરેસ્ટ કરનારા સાઇબર માફિયાને મદદરૂપ થનારાની ધરપકડ
આ પણ વાંચો:સુરતમાં ડિજિટલ એરેસ્ટનો મોટો કેસ : સીનીયર સિટીઝન પાસેથી રૂ.1,15,50,000 પડાવ્યા
