Surat News : સુરતમાં પણ ડિજીટલ એરેસ્ટનો કેસ સામે આવતા ચકચાર મચી છે. જેમાં 90 વર્ષના વયોવૃધ્ધને ડિજીટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. આરોપીઓેએ CBI, ED, મુંબઈ પોલીસ અને સુપ્રીમ કોર્ટના નામનો દુરુપયોગ કરીને વૃધ્ધને ડરાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. બાદમાં આરોપીઓે ડિજીટલ એરેસ્ટ કરીને આ સીનીયર સિટીઝનપાસેથી રૂ.1,15,50,000 જેટલી માતબાર રકમ પડાવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીઓ વિરુદ્ધ 14 રાજ્યોમાં 28 જેટલા ગુન્હા નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી 28 મોબાઈલ 9 સિમકાર્ડ કર્યા જપ્ત કર્યા છે. તે સિવાય 46 ડેબીટ કાર્ડ, 23 બેંક ચેકબુક, 9 લાખ 50 હજાર રોકડા જપ્ત કર્યા હતા. પોલીસે 16 લાખ 51 હજાર રૂપિયા બેંકમાં સીઝ કરવામાં આવ્યાતમામ આરોપી હાલ સુરતમાં રહે છે જે મૂળ સૌરાષ્ટ્ર વતની રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ કેસમાં રમેશ કાતરીયા, ઉમેશ જીંજાળા, નરેશ સુરાનીરાજેશ દિયોરા અને ગૌરાંગ રાખોલીયાની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી પાર્થ ગોપલાણીને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:નશો કરીને બફામ કાર હંકારી અકસ્માત કરનારા રિપલ પંચાલને 24 કલાકમાં મળ્યા જામીન
આ પણ વાંચો:પિતૃકાર્ય માટે જતાં લીંબડીના પરિવારને રાજકોટ હાઇવે પર નડ્યો અકસ્માત, એક જ કુટુંબની ચાર મહિલાના મોત
