બનાસકાંઠા/ દિયોદરમાં વહેલી સવારથી જ એસ.ટી બસની ખાનગી પેટ્રોલ પંપ ઉપર કતારો, આ છે મુખ્ય કારણ

સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે આજે નવા ભાવ લાગુ કરાતા, વાહન ચાલકોમાં રો‌ષ જોવા મળી રહ્યો છે.

Gujarat Others
પેટ્રોલ
  • દિયોદરમાં ખાનગી પેટ્રોલ પંપ પર બસોની કતાર
  • વહેલી સવારથી જ એસ.ટી બસની લાગી લાઈનો
  • ડીઝલના ભાવમાં 23.75 રૂપિયાનો વધારો
  • ખાનગી પંપ પર ડીઝલ ભરાવવા મજબૂર

દિયોદરમાં વહેલી સવારથી જ એસ.ટી બસની ખાનગી પેટ્રોલ પંપ ઉપર કતારો જોવા મળી રહી છે. પેટ્રોલિયમ કંપની દ્વારા બલ્કમાં ડીઝલની ખરીદી કરતાં એસ.ટી નિગમ માટે ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ કંપની દ્વારા જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલના ભાવમાં 23.75 રૂપિયાનો વધારો ઝીંકતા એસ.ટી નિગમને ખાનગી પંપ ઉપરથી ડીઝલ ભરાવવાનો નિર્ણય લેવો પડ્યો છે.

સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે આજે નવા ભાવ લાગુ કરાતા, વાહન ચાલકોમાં રો‌ષ જોવા મળી રહ્યો છે.બીજી તરફ દિયોદર એસ.ટી ડેપો ખાતે પણ નવા ભાવનું ડિઝલના પરવડતા ખાનગી પેટ્રોલ પંપનો સાહારો લેવો પડ્યો હતો. લોક મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે જો એસ ટી બસને અત્યારથી પેટ્રોલ ડીઝલમાં નવા ભાવ પોસાય તેમ નથી. તો આમ જનતાનું શું થશે ..? બીજી તરફ જો આવી રીતે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધતાં રહેશે તો આવનાર સમય માં લોકો ને એસ ટી બસ ની સેવા પણ મોધી પડશે તો નવાઈ નહીં.

આ પણ વાંચો :રાજકોટના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બે લોકોને લીધા હડફેટે, એકનું મોત

આ પણ વાંચો :હળવદની સરકારી શાળા નં.8 થશે બંધ, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો :રંગીલા રાજકોટમાં આપઘાતનો ચિંતાજનક વધારો, છેલ્લા 5 વર્ષમાં 2000થી વધુ આપઘાતના બનાવ

આ પણ વાંચો :તાત્કાલિક સારવાર માટે વધુ રાહ નહિ જોવી પડે, રાજ્યમાં શરુ થઇ એર એમ્બ્યુલન્સ સેવા