રાજકોટમાં આખલાઓનો આંતક/ રાજકોટના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બે લોકોને લીધા હડફેટે, એકનું મોત

વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બાઇક પર બેસેલા બે લોકોને હડફેટે લેતા એક વેપારી ઇજાગ્રસ્ત અને વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

Gujarat Rajkot
  • રાજકોટ શહેરમાં આખલાઓનો આંતક યથાવત
  • વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બે લોકોને હડફેટે લીધા
  • બાઇકને હડફેટે લેતા એક વેપારી ઇજાગ્રસ્ત
  • વેટરનરી ઓફિસર બિ.આર. જાકાસણીયાએ આપ્યું નિવેદન
  • બાઇક પર બેસેલા વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ખુટિયાના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે  વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બાઇક પર બેસેલા બે લોકોને હડફેટે લેતા એક વેપારી ઇજાગ્રસ્ત અને વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે દરજી વેપારીની સારવાર કરવામાં આવી રહી છે. મેયર ડૉ. પ્રદીપ ડવના વિસ્તારમાં બનેલી ઘટના અંગે પ્રાણી રંજાડ વિભાગ દ્વારા રખડતાં ઢોરને પકડવાની કામગીરી તાબડતોબ શરૂ કરવામાં આવી અને આ અંગે  વેટરનરી ઓફિસર બિ.આર. જાકાસણીયાએ નિવેદન આપ્યું હતું કે પ્રતિ માસ 1000 જેટલા રખડતાં ઢોર પકડવામાં આવે છે અને વિરોધ પક્ષના નેતાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર, મવડી વિસ્તારમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બાઈક આડે ઉતરતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક પરથી ફંગોળાતા તેના પર બેઠેલા દરજી વેપારી અને વૃદ્ધ રસ્તા પર પટકાયા હતા. જેમાં ગંભીર ઇજાને પગલે બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે દરજી વેપારીની સારવાર કરવામાં આવી રહી છે. જો કે સમગ્ર મામલે ખુટિયાએ બાઇકને હડફેટે લીધું હોવાની ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ 35 વર્ષીય કમલભાઈ ભરતભાઇ પાડલીયા તેમજ 65 વર્ષીય વિનુભાઈ કેશુભાઈ મકવાણા ચણીયાચોળીનું પાર્સલ અપવા મવડી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ગાય આડી ઉતરતા બંનેનું બાઈક ફંગોળાયુ હતું. જેને પગલે ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જેમાં વિનુભાઈનું મોત નિપજ્યું છે. તેઓ પોતાના દીકરી ગીતાબેનની બાજુમાં જ એકલા રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોર આતંક મચાવી રહ્યા છે અને એને કારણે જ અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા પણ મેયર સહિતના પદાધિકારીઓને વારંવાર ટકોર કરી ચૂક્યા છે. રાજકોટની મુલાકાતે આવેલા પાટીલે જાહેરમાં મેયરના રખડતાં ઢોર મુદ્દે ક્લાસ લીધા હતા તેમજ તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં પણ આ માટે જોગવાઇ કરવામાં આવી છે છતાં આ તમામ જોગવાઇ માત્ર કાગળ પર જ હોય એમ રખડતાં ઢોરને કારણે વધુ એક વૃદ્ધનો ભોગ લેવાયો છે.

બે મહિના પહેલાં રાજકોટના સંત કબીર રોડ પર રખડતી ગાયના હુમલામાં પ્રજાપતિ પરિવારની મહિલા નીલમબેન અને તેની 2 વર્ષની પુત્રી આંશી ઘાયલ થયાં હતાં, જેમાં આંશીને માથામાં 10 ટાંકા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આંશીના પિતા સંદીપભાઈ કામ પરથી હોસ્પિટલ દોડી આવ્યા હતા. દીકરીના માથામાં 10 ટાંકા જોઈ પિતા ચક્કર ખાઈને પડી જતાં બેભાન થઈ ગયા હતા. સંદીપભાઇએ જણાવ્યું હતું કે રખડતાં ઢોરો મામલે કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી.

આ પણ વાંચો :હળવદની સરકારી શાળા નં.8 થશે બંધ, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો : રંગીલા રાજકોટમાં આપઘાતનો ચિંતાજનક વધારો, છેલ્લા 5 વર્ષમાં 2000થી વધુ આપઘાતના બનાવ

આ પણ વાંચો : મહિલાઓને પર્સનલ લોનની લાલચ આપી મહિલા દિઠ રૂ.3000ની ઉઘરાણી કરી ગઠીયો ફરાર

આ પણ વાંચો :આમોદના પુરસા ગામના ધર્માંતરણ કાંડમાં પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ