અંબાજીમાં ગબ્બર,
અંબાજીમાં ગબ્બર પર્વત પર 2 દિવસ માટે દર્શન બંધ રાખવામાં આવશે ગબ્બર પર્વત પર મધપુડા ઉડાવવાની કામગીરી કરવાની છે અને આ કામગીરી બે દિવસ સુધી ચાલશે.
જેને લઈને 11 અને 12 એપ્રિલ – એમ બે દિવસ સુધી ગબ્બર પર્વત પર દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી રોપ વે પણ આ બે દિવસ માટે બંધ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગબબરના ઠાકોર સમાજના પૂજારીઓ અને મંદિર ટ્રસ્ટ દ્વારા મધ ઉડાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે કોઈ પણ જાતની જાનહાની ન થાય તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરમીની સિઝનમાં ગબ્બર પર મધપૂડા વધુ હોવાથી મધમાખીઓ ઊડીને શ્રધાળુઓને કરવાડાના કિસ્સા બનતા હોય છે જેને લઈને દિવસ દેવસ્થાન મંદિર ટ્રેસ્ટ દ્વારા મધ ઉડાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
