દિલ્લી,
થોડાક સમય અગાઉ યોજાયેલી સંસદના ઉપલાગૃહ રાજ્યસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પાર્ટીના કો-ફાઉન્ડર કુમાર વિશ્વાસને ટિકિટ ન આપ્યા બાદ તેઓ બગાવતનો સૂર અપનાવી રહ્યા છે, ત્યારે બુધવારે તેઓને વધુ એક ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા હવે કુમાર વિશ્વાસને પાર્ટીના રાજસ્થાનના પ્રભારી પદેથી હટાવી દીધા છે. તેઓ હવે પાર્ટીના માત્ર સંસ્થાપક સભ્ય જ રહી ગયા છે.
કુમાર વિશ્વાસની જગ્યાએ દિપક વાજયેપીની નિમણુંક કરવામાં આવી છે. મહત્વનું છે કે, રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે.
આપના નેતા આશુતોષે પત્રકાર પરિષદ બોલાવી કુમાર વિશ્વાસના હટાવવાનું એલાન કર્યું હતું. તેઓએ જણાવ્યું, “કુમાર વિશ્વાસ સમયની કમી રહેતી હોય છે. આ કારણે તેઓને રાજસ્થાનના પ્રભારીના પદેથી હટાવવામાં આવ્યા છે”.
બીજી બાજુ આ મામલે કુમાર વિશ્વાસ દ્વારા હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
આ વચ્ચે કુમાર વિશ્વાસે ટ્વીટ કરી એક કવિતા
हम शब्द-वंश के हरकारे,सच कहना अपनी परम्परा
हम उस कबीर की पीढ़ी,जो बाबर-अकबर से नहीं डरा
पूजा का दीप नहीं डरता,इन षड्यंत्री आभाओं से
वाणी का मोल नहीं चुकता,अनुदानित राज्य सभाओं से
जिसके विरुद्ध था युद्ध उसे,हथियार बना कर क्या पाया?
जो शिलालेख बनता उसको,अख़बार बना कर क्या पाया?😳👎 https://t.co/koUnDmuiSi— Dr Kumar Vishvas (@DrKumarVishwas) April 11, 2018
રાજસ્થાનના પ્રભારીના પદેથી હટાવવા અંગે કુમાર વિશ્વાસ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ આ વચ્ચે એક કવિતા ટ્વીટ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓએ કવિતા દ્વારા પોતાના ઈશારામાં કોઈ દિલની વાત કહી છે.
કુમાર વિશ્વાસે પોતાની કવિતા દ્વારા જણાવ્યું, અમે શબ્દવંશના હરકારા છે, સત્ય કહેવું એ અમારી પરંપરા છે. અમે એ કબીરના વંશજ છે, જેઓ બાબર-અકબરથી ડર્યા નથી.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “પૂજાનો દીપ ડરતો નથી, આ ષડયંત્રકરી આભાઓને વાણીનું મુલ્ય ચૂકવાતું નથી, તેઓ રાજ્ય સભાઓથી અનુદાનિત છે”.
દીપક વાજપેયી કેજરીવાલની નજીકના લોકોમાં ગણાય છે.
તમને જણાવી દઈકે કે, કુમાર વિશ્વાસની જગ્યાએ રાજસ્થાનના નવનિયુક્ત પ્રભારી દીપક વાજપેયી અરવિંદ કેજરીવાલની નજીકના લોકોમાં સામેલ માનવામાં આવે છે. તેઓ પાર્ટીના કોષાધ્યક્ષ છે અને ટોચની નિર્ણાયક સંસ્થા કહેવાતી પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્ય પણ છે.
મહત્વનું છે કે, આ પહેલા પણ દિલ્લીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસ વચ્ચે મતભેદો સપાટી પર આવી ચુક્યા છે. આ કારણે જ તેઓને રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત તેઓને પાર્ટીના કેટલાક મહત્વના મુદ્દાઓ પર તેઓને તક આપવામાં આવતી નથી.
