Junagadh News/ ‘ગાડીમાં તારા ભાઈ-કાકાની લાશ પડી છે’ કહી યુવતીનું અપહરણ, કેશોદમાં મંદિરે સિંદૂર ભરી આચર્યું દુષ્કર્મ

જૂનાગઢના કેશોદ (Keshod) માં રીઢા ગુનેગાર ભરત ઉર્ફે ભૂરાએ યુવતીને ડરાવી-ધમકાવી અપહરણ કર્યું અને ફાર્મહાઉસમાં દુષ્કર્મ આચર્યું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો.

Top Stories Gujarat Others
Keshod Rape Case News

Keshod Rape Case News: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માનવતાને શર્મશાર કરતી અને ફિલ્મી વિલન જેવી ક્રૂરતા ધરાવતી ઘટના સામે આવી છે. બે પત્નીઓ હોવા છતાં એક રીઢા ગુનેગારે યુવતીને ભયાનક જૂઠ બોલી ડરાવી, તેનું અપહરણ કર્યું અને ત્યારબાદ ફાર્મહાઉસમાં લઈ જઈ નરાધમ કૃત્ય આચર્યું હતું. જોકે, કેશોદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે.

‘ભાઈ અને કાકાની લાશ પડી છે’ કહી યુવતીને ફસાવી

ઘટનાની વિગતો મુજબ, ગત 18 ફેબ્રુઆરીના રોજ પીડિત યુવતી તેના કાકાના ઘરે હતી ત્યારે આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયા ત્યાં ધસી આવ્યો હતો. તેણે યુવતીને માનસિક રીતે તોડી પાડવા માટે અત્યંત ઘૃણાસ્પદ જૂઠું બોલ્યું કે, “મારી ગાડીમાં તારા ભાઈ અને કાકાની લાશ પડી છે, તારે જોવું હોય તો આવીને જોઈ લે.”

પોતાના સ્વજનોના મોતના સમાચાર સાંભળી યુવતી હેબતાઈ ગઈ હતી અને હકીકત જાણવા કાર પાસે દોડી ગઈ હતી. જોકે, ત્યાં કોઈ લાશ નહોતી, પણ યુવતી કંઈ સમજે એ પહેલાં જ આરોપીએ તેને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધી હતી. યુવતીના કાકી બચાવવા વચ્ચે પડતા આરોપીએ તેમને પણ ઝાપટ મારી દીધી હતી.

Keshod Rape Case News

Keshod મંદિરના ગેટ પાસે જ સેંથામાં સિંદૂર ભર્યું

અપહરણ કર્યા બાદ આરોપી યુવતીને ‘મરડા સોનલધામ’ લઈ ગયો હતો. ત્યાં ધાર્મિક સ્થળની મર્યાદા લોપીને આરોપીએ મંદિરના ગેટ પાસે જ યુવતીના સેંથામાં બળજબરીથી સિંદૂર ભરી દીધું હતું. આટલું જ નહીં, ભવિષ્યમાં યુવતીને બ્લેકમેલ કરી શકાય તે હેતુથી તેણે આ દ્રશ્યોની ફોટોગ્રાફી પણ કરી હતી.

ફાર્મહાઉસમાં ગોંધી રાખી આચર્યું પાશવી કૃત્ય

ત્યારબાદ આરોપી યુવતીને પંચાળા અને મેંદરડા નજીક આવેલા એકાંત ફાર્મહાઉસમાં લઈ ગયો હતો. ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. અત્યાચાર ગુજાર્યા બાદ બીજા દિવસે સવારે તે યુવતીને કેશોદ ઉતારીને ફરાર થઈ ગયો હતો અને ધમકી આપી હતી કે જો કોઈને વાત કરી તો આખા પરિવારને પતાવી દઈશ.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને જેલભેગો કર્યો

ફરિયાદ મળતા જ ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ તેજ કરી આરોપી ભરત ઉર્ફે ભૂરાને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગુનામાં અન્ય કોઈ સાગરીતો સંડોવાયેલા છે કે કેમ.


આ પણ વાંચો:માનવતા મરી પરવારી! નસવાડીમાં માનસિક અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મ, ડુંગરાળ વિસ્તારમાં નિર્વસ્ત્ર હાલતમાં મળી

આ પણ વાંચો:ગાઝિયાબાદમાં પતિના મિત્રએ ઘરમાં ઘૂસી મહિલા સાથે કર્યો દુષ્કર્મ, કોઈને ન કહેવા પણ દબાણ

આ પણ વાંચો:ખેરાલુમાં ખોટી ઓળખથી મિત્રતા બાદ યુવતી પર દુષ્કર્મનો આક્ષેપ, આરોપી પર હુમલાની પણ ફરિયાદ