Kheralu News: મહેસાણા જિલ્લાના ખેરાલુ (Kheralu) તાલુકામાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં 20 વર્ષીય યુવતીએ એક યુવક સામે છેતરપિંડી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપી તરીકે ઓળખાયેલા મોહમદ જાવેદ નૂરમહમદ સિધી પર આક્ષેપ છે કે તેણે પોતાની ઓળખ છુપાવી ‘રાહુલ પટેલ’ નામ ધારણ કરીને યુવતી સાથે ઓળખાણ વધારી હતી.
Kheralu News: ખોટી ઓળખ દ્વારા મિત્રતા અને બ્લેકમેલ
મળતી માહિતી અનુસાર, આરોપીએ યુવતી સાથે મિત્રતા સ્થાપી તેના ફોટા મોબાઇલમાં સેવ કર્યા હતા. બાદમાં તેણે પોતાની અસલી ઓળખ જાહેર કરી અને યુવતીને ફોટા સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવાની ધમકી આપીને દબાણ કરવાનું શરૂ કર્યું હતું.
Kheralu News: ગેસ્ટ હાઉસમાં બોલાવી દુષ્કર્મનો આક્ષેપ
યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ 21 ફેબ્રુઆરીના રોજ તેને એક ગેસ્ટ હાઉસમાં બોલાવી તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે યુવતીએ ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) અને 351(2) હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Kheralu News:મારામારીની પણ નોંધાઈ ફરિયાદ
આ ઘટનાથી સંબંધિત એક અન્ય ફરિયાદમાં આરોપીના ભાઈ મોહમદયાસીનએ અજાણ્યા લોકો સામે તેના ભાઈ પર હુમલો કરવાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદ મુજબ, તેને જાણ કરવામાં આવી હતી કે શીતકેન્દ્ર ડેરી નજીક કેટલાક લોકો તેના ભાઈને માર મારી રહ્યા છે. સ્થળ પર પહોંચતાં તેના પિતાને પણ હુમલાખોરોએ ઇજા પહોંચાડી હતી.
બેભાન હાલતમાં મળ્યો યુવક
પછી અજાણ્યા નંબર પરથી મળેલી માહિતીના આધારે પિતા-પુત્ર પોલીસ સાથે મલેકપુર ગામ નજીક પહોંચ્યા, જ્યાં મોહમદ જાવેદ બેભાન અને ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેના કાનમાંથી લોહી વહેતું હતું અને શરીરે ગંભીર ઈજાઓ હતી. તેને તાત્કાલિક સારવાર માટે પહેલા ખેરાલુ અને ત્યારબાદ વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હાલમાં યુવક બેભાન હોવાથી હુમલાના કારણ અંગે સ્પષ્ટ માહિતી મળી શકી નથી. પોલીસે રિક્ષાના નંબર અને અન્ય સૂત્રોના આધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:ગ્રીસમાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બે પાયલોટના મોત
આ પણ વાંચો:ગ્રીસમાં ભયાનક રેલ અકસ્માતઃ 32ના મોત, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો:ગ્રીસમાં બોટ ઊંધી વળતા 300 પાક માઇગ્રન્ટ્સના
