Ahmedabad News: ડીગુચા કેસ (Digucha case)માં વધુ એકવાર EDએ સપાટો બોલાવ્યો છે. ED માનવ તસ્કરી કેસમાં દરોડા (raids) પાડી વાંધાજનક દસ્તાવેજો સહિત રોકડ રકમ જપ્ત કરી.EDએ મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરા એમ 8 સ્થળો પર દરોડા (8 places) પાડી 19 લાખની રકમ જપ્ત (19 lakhs seized) કરી. અમેરિકામાં ઘૂસવા જતા ડિંગુચા પરિવારના ચાર સભ્યોના મોત થવાના મામલે તપાસ તેજ કરવામાં આવી છે.

ડીંગુચા પરીવારના 4 સભ્યો 2022માં અમેરીકામાં ઘૂસ્યા હતા. એજન્ટ દ્વારા ગેરકાયદેસર રીતે તેમને મોકલવામાં આવ્યા હતા. ભારે હિમવર્ષમાં ડિંગુચા પરિવારના 4 લોકોના દટાઈ જવાના કારણે મોત થવાના કેસમાં તપાસ તેજ કરતા માર્ચ મહિનામાં ગુજરાતના અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. માનવ તસ્કરી કેસમાં ફેબ્રુઆરીમાં શિકાગો પોલીસ દ્વારા હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરીની ધરપકડ કરવામાં આવી હતી. હર્ષ પટેલની માનવ તસ્કરીના શંકાસ્પદ આરોપી બોબી પટેલ સાથે સંડોવણી હોવાની શંકાના આધારે આ ધરપકડ કરાઈ હતી. 2022માં ગુજરાત પોલીસે બોબી પટેલની ધરપકડ કરી હતી. જો કે તેને જામીન મળી ગયા હોવાથી તે બહાર છે.

ડીગુચા માનવ તસ્કરી કેસમાં EDએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના પણ કેટલાક સ્થાનો પર દરોડા પાડ્યા. ગુજરાતમાં ગાંધીનગર અને વડોદરા તેમજ મહારાષ્ટ્રમાં નાગપુર અને મુંબઈ જેવા સ્થાનો પર દરોડા પાડી વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને 02 વાહનો જપ્ત કર્યા. આ ઉપરાંત EDએ બેંક ખાતામાંથી અંદાજે 19 લાખની રકમ જપ્ત કરી. આ મામલે વધુ તપાસ હાથ ધરી. માનવ તસ્કરી કેસમાં વાયા કેનેડાથી ગેરકાયદે અમેરિકા મોકલવાનો આરોપને લઈને ગુજરાત પોલીસની સાથે ED પણ સામેલ થતા અનેક વધુ ખુલાસા થવાની સંભાવના છે.
