Gujarat News/ ગુજરાતીઓ પાસપોર્ટ માટે અરજી કરવામાં દેશમાં પાંચમા ક્રમે,છેલ્લા 6 વર્ષમાં 44.17 લાખને પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યા

છેલ્લા 6 વર્ષમાં 44.33 લાખ ગુજરાતીઓએ પાસપોર્ટ માટે અરજી કરી હતી, જેમાંથી 44.17 લાખને પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસે વર્ષ 2019 થી 30 ઓક્ટોબર 2024 સુધીમાં 34.35 લાખ પાસપોર્ટ જારી કર્યા છે

Top Stories Gujarat Breaking News

Gujarat News:છેલ્લા 6 વર્ષમાં 44.33 લાખ ગુજરાતીઓએ પાસપોર્ટ માટે અરજી કરી હતી, જેમાંથી 44.17 લાખને પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસે વર્ષ 2019 થી 30 ઓક્ટોબર 2024 સુધીમાં 34.35 લાખ પાસપોર્ટ જારી કર્યા છે, જે દેશમાં પાંચમા ક્રમે છે. સુરત આરપીઓએ 9.82 લાખ પાસપોર્ટ જારી કર્યા છે. રાજ્યસભામાં (Rajya Sabha) વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 6 વર્ષમાં દેશમાં પાસપોર્ટ માટે કુલ 6.31 કરોડ અરજીઓ મળી હતી, જેમાંથી 6.21 કરોડ લોકોને પાસપોર્ટ આપવામાં આવ્યા છે. મુંબઈ આરપીઓ દ્વારા સૌથી વધુ 41.62 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે 8 ડિસેમ્બર સુધી 2.91 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો છે, જેનાથી છેલ્લા 6 વર્ષમાં વિદેશ પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યા 9.37 કરોડ થઈ ગઈ છે. છેલ્લા 3 વર્ષમાં 6 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે.લોકસભામાં વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 3 વર્ષમાં 6 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડીને બીજા દેશના નાગરિક બન્યા છે. જેમાં 2021માં 163370, 2022માં 225620 અને 2023માં 216219નો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કબૂતરબાજી કૌભાંડમાં એજન્ટોએ પેસેન્જરો પાસેથી શું કરાવ્યું…

આ પણ વાંચો: અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશનો ક્રેઝ છૂટતો નથીઃ ચાર ભારતીયોના કેનેડાથી યુએસ જતાં મોત

આ પણ વાંચો: છોકરીએ હનીમૂન માટે માલદીવ જવાનું કહ્યું તો છોકરાએ તોડી નાખ્યા લગ્ન, જુઓ વીડિયો