Gandhinagar News/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની CM ભૂપેન્દ્ર પટેલે લીધી નોધ, તાત્કાલિક ખાડા પુરવા આપ્યો આદેશ

મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન ‘ખાડામાં ગુજરાત’ની નોંધ કેબિનેટ બેઠકમાં રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે લીધી છે અને તાત્કાલિક ખાડા ખાડા  પુરવા આદેશ આપ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં વરસાદ પડ્યા બાદ મોટા ભાગના શહેરોમાં અત્યારે ખાડારાજ જોવા મળી રહ્યું છે. અલગ અલગ જીલ્લાઓમાં એક જ જેવી સ્થિતિ હાલ જોવા મળી રહ્યા છે. અમદાવાદથી માંડીને વડોદરા સુધી, આણંદથી માંડીને સુરત સુધી, જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન ‘ખાડામાં ગુજરાત’ની નોંધ કેબિનેટ બેઠકમાં રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે લીધી છે અને તાત્કાલિક ખાડા ખાડા  પુરવા આદેશ આપ્યો છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરસાદની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી અને રાહત બચાવ, જળાશયોની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતો કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. આ સિવાય શાળા પ્રવેશોત્સવમાં મંત્રીઓ તથા અધિકારીઓને થયેલા અનુભવો સહિતની વિગતો પર સમિક્ષા કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમિક્ષા કરવામાં આવી છે.

દરેક ખાડા પરથી જ્યારે વાહનો પસાર થાય છે, ત્યારે એક એક ખાડો મુશ્કેલી ઊભી કરે છે. વાહનચાલકોને ખાડાઓથી બચવા માટે સતત કસરત કરવી પડી રહી છે.જેના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્લાસ્ટિકના ન્યૂનતમ ઉપયોગ માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સચિવાલય કેમ્પસ સાકાર કરશે

આ પણ વાંચો:રાજકોટમાં વોકળાના લીધે લોકોને પલાયન થવાની ફરજ પડી

આ પણ વાંચો:સિદ્ધપુરમાં પાલિકાની માલિકીની જર્જરિત અને જોખમી ઈમારતો