- દાહોદમાં બાળકના ગળાના ભાગે આવી ગઇ દોરી
- બાળકના ગળાના ભાગે પતંગની દોરી આવી જતા ઇજાગ્રસ્ત
- 6 વર્ષિય બાળકના ગળાના ભાગે આવી ગઇ દોરી
- બાળકને ગળાના ભાગે ગંભીર ઇજાઓ
- ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
- બાળકને ગળાના ભાગે 30 જેટલા ટાંકા લીધા
- હાલ બાળક વધુ સારવાર અર્થે હોસ્પિટલમા દાખલ
રાજ્યમાં ઉત્તરાયણને લઇને તૈયારીઓ નવેમ્બર-ડિસેમ્બરથી જ શરૂ થઇ જાય છે. ગુજરાતમાં ઉત્તરાયણનાં લોકો એટલા શોખીન છે કે તેઓ ઘણી વખત એ પણ નથી વિચારતા કે આ તહેવારને એક તહેવારની જેમ મનાવવો જોઇએ. કેમ આવુ , તો તેનો જવાબ છે કે દર વર્ષે આ તહેવારમાં લોકો પોતાની ભૂલ કે અન્ય દ્વારા કરવામાં આવેલી ભૂલનો શિકાર બને છે. કઇંક આવુ જ રાજ્યનાં દાહોદમાં બન્યુ છે.
આ પણ વાંચો – Covid-19 / બીજી લહેરની તુલનામાં મોતની સંખ્યા 600 ટકા ઓછી, સાવધાની બની જરૂરી
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં એક તરફ ઉત્તરાયણ આવી રહી છે તેનાથી લોકો ઉત્સાહમાં છે તો બીજી તરફ સતત કોરોનાનાં કેસમાં વધરો તેમની ચિંતામાં પણ સતત વધારો કરી રહ્યુ છે. જો કે આ તહેવાર પહેલા જ રાજ્યમાં ગળામાં ઈજા થવાના હાદસાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં દાહોદમાં આવી ઘટના બની છે જ્યા એક 6 વર્ષિય બાળકનાં ગળાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. મળી રહેલી માહિતી અનુસાર, બાળકને ગળાનાં ભાગમાં 30 જેટલા ટાંકા આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, બાળકની હાલત હાલમાં સ્થિર છે પણ આ ઘટનાએ એકવાર ફરી ઉત્તરાયણ પહેલા લોકોને ચેતવ્યા છે. વળી આ પહેલા ત્રણ આવી જ ઘટના ભરૂચ જિલ્લાથી સામે આવી હતી, જેમા પતંગની દોરીથી ત્રણ લોકોનું ગળુ કપાયુ હતુ. જેમાં અંકિતાબેન નામની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય બે ઘટનામાં ઘાયલ યુવાન સારવાર હેઠળ છે.
આ પણ વાંચો – દુર્ઘટના / બ્રાઝિલના તળાવમાં બોટિંગની મજા માણી રહ્યા લોકો પર પથ્થર પડતાં 10નાં મોત,જુઓ વીડિયો
ગુજરાત રાજ્યમાં કોરોનાએ એક તરફ કહેર વરસાવવાનું શરૂ કરી દીધુ છે ત્યાં ફરી એકવાર તહેવારો ઉપર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. હાલમાં આવતા ઉતરાયણનાં પર્વ અંગે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડીને કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જો કે ગતરોજ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નવી ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી હતી. નવી માર્ગદર્શિકા મુજબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનિઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકાયો છે તેમજ પતંગ પર ઉશ્કેરણીજનક સ્લોગન નહીં લખવા તેમજ કોઇ પણ વર્ગ સમુદાયની લાગણી ન દુભાય તે રીતનાં લાઉડ સ્પીકર ન વગડવા સૂચના અપાઇ છે. તો સાથે કોરોનાની ગાઈડ લાઇનનું પણ ચૂસ્તતાથી પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા જારી કરાયેલું આ જાહેરનામું આગામી 8 થી 16 જાન્યુઆરી સુધી લાગુ રહેશે જેમા જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
