મુંબઈથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફલાઈટમાં એક મહિલાએ ઝઘડો કર્યો હતો. આ વિદેશી મહિલા પ્લેનના ક્રુ મેમ્બર સાથે કોઈ બાબત પર ઝઘડવા લાગી હતી.
આ વિમાન જેવું લંડન એરપોર્ટ પર લેન્ડ થયું કે તરત જ ક્રુ મેમ્બરે તેની ફરિયાદ કરી હતી. જેને લઈને આ વિદેશી આરોપી મહિલાને કસ્ટડીમાં લઇ જવામાં આવી હતી.
જુઓ વિડીયો
#WATCH An Irish national on board Air India London-Mumbai flight verbally abuses the crew after she was refused more wine. The incident took place on November 10. (Note: Strong language) pic.twitter.com/bdZWico5Qq
— ANI (@ANI) November 14, 2018
તમને જણાવી દઈએ કે આ ઘટના ૧૦ નવેમ્બરની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વધારે વાઈન માંગવાની બાબતમાં આ મહિલાનો ઝઘડો થયો હતો.
એર ઇન્ડિયાએ મામલે કીધું હતું કે નિયમ અનુસાર તેને વાઈન આપવામાં આવી હતી પરંતુ તે વારંવાર વધારે વાઈન માંગી રહી હતી. જયારે તેને ના પાડવામાં આવી ત્યારે તેણે હંગામો મચાવી દીધો હતો અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો.છાકટી બનેલી આઇરીશ મહિલાએ ભારતીયોને મા..બહેનની ગાળો ભાંડી હતી.છાકટી બનેલી મહિલાએ અનેકવાર ફ…કીં….ઇન્ડિયન બોલીને ગાળો બોલી હતી.ફ્લાઇટમાં હંગામો મચાવી રહેલ મહિલાને જો કે એર ઇન્ડિયાના સ્ટાફે શાંતિપુર્વક સાંભળી હતી.ક્રુ મેમ્બર સાથે પણ મહિલાએ ગાળો આપીને અભદ્ર વર્તન કર્યું હતું.
લંડનના એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આ મહિલાની ફરિયાદ કરતા તેને કસ્ટડીમાં લઇ જવામાં આવી હતી.
