Gandhinagar News/ મોટા કૌભાંડનો ખુલાસો, અદાણી સિમેન્ટ પ્રોજેક્ટમાં ₹3 કરોડની છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો

છેતરપિંડી (Fraud), નકલી દસ્તાવેજો(Fake documents) અને વિશ્વાસઘાત (Betrayal)ની ફરિયાદ પોલીસ દ્વારા IPC હેઠળ ગુનો નોંધાવ્યો છે.

Top Stories Gandhinagar Gujarat
Fraudની ઘટના અદાણી સિમેન્ટ સાથે બની, બેંક ગેરંટીના નામે....

Gandhinagar News: અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની ACC લિમિટેડ સાથે હૈદરાબાદ સ્થિત એક એન્જિનિયરિંગ કંપની દ્વારા આશરે ₹3 કરોડની નકલી બેંક ગેરંટી આપી છેતરપિંડી(Fraud) કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભારતના અગ્રણી ઉદ્યોગ સમૂહોમાં  અદાણી ગ્રુપ સાથે જોડાયેલા એક મોટા આર્થિક કૌભાંડનો ખુલાસો થયો છે.

મુંબઈના પનવેલમાં સિમેન્ટ પ્લાન્ટ બનાવવાનો હતો પ્રોજેક્ટ

ફરિયાદ મુજબ, વર્ષ 2024માં ACC લિમિટેડે મુંબઈના પનવેલ વિસ્તારમાં સિમેન્ટ પ્લાન્ટ બાંધકામ માટે હૈદરાબાદની અવધ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડને કુલ ₹19.95 કરોડનો વર્ક ઓર્ડર આપ્યો હતો. આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપ માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનો હતો.

 

 

એડવાન્સ ચુકવણી સામે બેંક ગેરંટી માગવામાં આવી

પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા ACC લિમિટેડ દ્વારા કરાર મુજબ ₹2.99 કરોડ જેટલી એડવાન્સ ચુકવણી અવધ એન્જિનિયર્સને કરવામાં આવી હતી. આ રકમના બદલે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સિંહ દ્વારા પંજાબ અને સિંધ બેંક, કોલકાતામાંથી બે બેંક ગેરંટી પ્રમાણપત્રો એડવાન્સ ગેરંટી રૂપે અને પરફોર્મન્સ ગેરંટી સબમિટ કરવામાં આવ્યા હતા.

છેતરપિંડી(Fraud)નો   ખુલાસો કર્યો કે:

માત્ર 20% કામ, બાકી કામ અધૂરું

સમય જતાં ACC લિમિટેડને શંકા ગઈ કારણ કે નિર્ધારિત સમયમર્યાદા પછી પણ પ્રોજેક્ટનું માત્ર 20% કામ જ પૂર્ણ થયું હતું. વારંવાર નોટિસ અને રિમાઇન્ડર આપવા છતાં કંપનીએ બાકીનું કામ આગળ વધાર્યું નહોતું.

બેંક ગેરંટી ચકાસતા ખુલ્યો મોટો ભાંડો

જ્યારે ACC લિમિટેડે બેંક ગેરંટી અમલમાં મૂકવાનો નિર્ણય લીધો, ત્યારે કંપનીના અધિકારીઓ કોલકાતા સ્થિત પંજાબ અને સિંધ બેંકની શાખામાં તપાસ માટે ગયા. ત્યાં બેંક અધિકારીઓએ છેતરપિંડી(Fraud)નો   ખુલાસો કર્યો કે:

સબમિટ કરેલી બંને બેંક ગેરંટી નકલી છે

અવધ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ નામે બેંકમાં કોઈ રજિસ્ટર્ડ ખાતું નથી

આ ખુલાસા બાદ આ મામલો સ્પષ્ટ રીતે કોર્પોરેટ છેતરપિંડી(Fraud)  હોવાનું સાબિત થયું.

છેતરપિંડી(Fraud)  હોવાનું સાબિત થયું.

આરોપીએ છેતરપિંડી (Fraud) ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો

ACC લિમિટેડના અધિકારીઓએ જ્યારે આ બાબતે અનિલ સિંહને પ્રશ્ન કર્યો, ત્યારે તેણે બેંક ગેરંટી સાચી હોવાનું દાવો કર્યો અને બેંક પર જ ખોટી માહિતી આપવાનો આરોપ મૂક્યો. આથી સ્પષ્ટ થયું કે આરોપીએ જાણબૂઝીને છેતરપિંડી(Fraud) કરવાનો પ્રયાસ કર્યો હતો.

અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

આ સમગ્ર મામલા બાદ ACC લિમિટેડના સિનિયર મેનેજર શ્રીધર કોટિયાલે ગુજરાત રાજ્યના ગાંધીનગરમાં અડાલજ પોલીસ સ્ટેશનમાં અનિલ સિંહ વિરુદ્ધ છેતરપિંડી (Fraud), નકલી દસ્તાવેજો(Fake documents) અને વિશ્વાસઘાત (Betrayal)ની ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા IPC હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

કોર્પોરેટ ક્ષેત્રમાં છેતરપિંડી(Fraud)ના વધ્યા કેસો

આ ઘટનાએ કોર્પોરેટ પ્રોજેક્ટ્સમાં બેંક ગેરંટી અને દસ્તાવેજોની ચકાસણી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ પ્રકારના કૌભાંડો રોકવા માટે કંપનીઓએ બેંક સાથે સીધી ડિજિટલ વેરિફિકેશન પ્રક્રિયા અપનાવવી જરૂરી બની છે. નહિતર આવા છેતરપિંડી(Fraud)ના કેસોમાં અધધ વધારો થઈ શકે છે.

પોલીસ તપાસ હાથ ધરી છે

હાલ પોલીસ તપાસ ચાલુ છે અને આરોપી અનિલ સિંહની ધરપકડ થવાની શક્યતા છે. જો આ છેતરપિંડી(Fraud)નો આરોપ સાબિત થાય તો આ મામલામાં ભારે દંડ અને જેલની સજા શક્ય છે. સાથે જ આ કેસ ભવિષ્યમાં કોર્પોરેટ ફાઇનાન્સ અને બેંક ગેરંટી સિસ્ટમમાં સુધારા લાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અપહરણ અને છેતરપિંડી વધી રહ્યા છે, ભારતીયો માટે ઈરાને વિઝા-મુક્ત પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

આ પણ વાંચો:અમદાવાદમાં મકાનવાંછુ યુવક સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી

આ પણ વાંચો:મેહુલ ચોક્સી PNB છેતરપિંડી કેસમાં મુંબઈ EDની મોટી કાર્યવાહી