Not Set/ બે યુવકોએ આપો ગુમાવ્યો અને એક યુવકને જીવતો સળગાવી દીધો!!

નજીવી બાબતમાં આજકાલ કોઇ મોટી ઘટનાને અંજામ આવી દેવો તે સામાન્ય થઇ પડ્યું છે. કા તો માણસ પોતાનાં પણ આપો ખોઇ બેઠો છે. કાં તો તેને કોઇનો ભય નથી કે કાં તો તે સામાન્ય બાબતને સહન કરવાનું જાણે ભૂલી જ ગયો છે. ક્ષણમાં આવી જતો ભારે ગુસ્સો એવા પગલા ભરેવી જાય છેકે. એ ક્ષણ જીવનને […]

Top Stories Ahmedabad Gujarat

નજીવી બાબતમાં આજકાલ કોઇ મોટી ઘટનાને અંજામ આવી દેવો તે સામાન્ય થઇ પડ્યું છે. કા તો માણસ પોતાનાં પણ આપો ખોઇ બેઠો છે. કાં તો તેને કોઇનો ભય નથી કે કાં તો તે સામાન્ય બાબતને સહન કરવાનું જાણે ભૂલી જ ગયો છે. ક્ષણમાં આવી જતો ભારે ગુસ્સો એવા પગલા ભરેવી જાય છેકે. એ ક્ષણ જીવનને દોઝખ બનાવી દે છે. પોતાના ગુસ્સાનાં કારણે પોતે તો પારાવાર હેરાન થાય છે પણ પરિવાર માટે પણ જીવન પર્યાપ્ત યાતના છોડી જાય છે. આવી જ ઘટના અમદાવાદમાં સામે આવી છે.

પ્રતિકાત્મક ફોટો

વાત જાણે એમ છે કે,  અમદાવાદનાં ઈસનપુરમાં યુવકને જીવતો સળગાવનારી ચકચારી ઘટના બની છે. ઈસનપુરની ઉજાલા સોસાયટીમાં બે ભાઈઓએ એક યુવકને જીવતો સળગાવ્યો હતો. અને આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે માત્ર બાઈકમાંથી પેટ્રોલ કાઢવામાં જેવી નજીવી બાબતે યુવકની તકરાર થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા બે ભાઈઓએ બીજા યુવકને જીવતો સળગાવ્યો હતો. ઘટનાની જાણ થતા ઈસનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ગુનાના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.