Gujarat Weather/ ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના, અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા અંબાલાલ પટેલે 12 થી 24 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપ અને માવઠા (Gujarat Unseasonal Rain)ની સંભાવના વ્યક્ત કરી.

Top Stories Gujarat Breaking News
Gujarat Unseasonal Rain

Gujarat Weather:હાલ ગુજરાતમાં બેવડી ઋતુ ચાલી રહી છે.જેના કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. આ સાથે કેટલીક જગ્યાએ માવઠાઓ (Gujarat Unseasonal Rain) પણ થઈ રહ્યા છે.માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હવામાન બદલાયું છે.ઠંડી જાણે ગાયબ થઈ ગઈ છે.ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, 16મી તારીખ સુધી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા નથી.

ગુજરાતમાં  માવઠા (Gujarat Unseasonal Rain)ની આગાહી 

જોકે, 12 તારીખ દરમિયાન ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હળવો પશ્ચિમી વિક્ષેપ થવાની શક્યતા છે, જેના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.12મી ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ સાથે હવામાન (Gujarat Weather) બદલાઈ શકે છે.14 તારીખની આસપાસ પશ્ચિમી વિક્ષેપ મધ્યમ રહેશે. 18 થી 24 તારીખ દરમિયાન અનેક પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે.

ત્યારબાદ, ફેબ્રુઆરીના અંતમાં બે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. માર્ચની શરૂઆતમાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસરો અનુભવાઈ શકે છે. રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં ફેરફાર થશે,અને તાપમાનમાં પણ વધારો થશે.


આ પણ વાંચો:અંબાલાલની આગાહી :ગુજરાતમાં ડિસેમ્બરમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાનો ખતરો

આ પણ વાંચો:અંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવા વાવાઝોડાની તારીખ આપી

આ પણ વાંચો:ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી