MANTAVYA Vishesh/ જૂનાગઢમાં ભવનાથના મેળા પહેલાં જ જૈન ધર્મની પતાકા ફેરવવામાં આવતા વિવાદ

ભવનાથ (Bhavnath)ની તળેટીને જાણે વિવાદો સાથે લેણુ લાગે છે. એક વિવાદ પૂરો થાય છે અને બીજો શરૂ થઈ જાય છે. મહાશિવરાત્રિનો મેળો છે ત્યારે ગિરનાર પર્વત પર ઓઘડનાથની ટૂંક ખાતે બે ઇસમોએ જૈન ધર્મની પતાકા ફરકાવતા અને લખાણો લખતા વિવાદ સર્જાયો છે. તેના કારણે સનાતનીઓમાં આક્રોશ છે.

Mantavya Vishesh
ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ
ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ
ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ

જૂનાગઢમાં ભવનાથ (Bhavnath) ને જાણે વિવાદો સાથે ભવોભવનો નાતો બંધાઈ ગયો છે. એક વિવાદ પૂરો થતો નથી અને બીજો શરૂ થઈ જાય છે. જૂનાગઢની ઓઘડ ટૂક પર જૈન સંપ્રદાયના (Jain Community) યુવાનોએ લખાણ લખતાં અને જૈન ધર્મની ધ્વજા ફરકાવતા સનાતની સાધુઓ વીફર્યા છે. તેમણે આખા ઘટનાક્રમ અંગે આક્રોશની લાગણી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે હિંદુઓની સહિષ્ણુતાનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. જો તેઓને ધ્વજા ફરકાવવાની આટલી બધી ઇચ્છા હોય અને તેમની તાકાત હોય તો તે પાકિસ્તાનમાં જઈને જૈન ધર્મની ધ્વજા ફરકાવીને બતાવે, પછી તેમને ખબર પડી જશે કે કેટલા વીસે સો થાય છે.

ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ
ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ

ગિરનાર પર્વત પરની ઓઘડ ટૂક નાથ સંપ્રદાય સાથે જોડાયેલી છે

ગિરનાર (Girnar) પર્વત પરની આવેલી ઓઘડ ટૂક સાથે નાથ સંપ્રદાય ગાઢ  રીતે જોડાયેલો છે. સનાતની સાધુઓનો દાવો છે કે વાસ્તવમાં આ હિંદુઓ (Hindu) અને જૈનો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન છે. અત્યાર સુધી કશું જ ન હતુ અને હવે આ વિવાદ ક્યાંથી આવ્યો. આ મુદ્દે ભવનાથ (Bhavnath)પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે હાલમાં બે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધ્યો છે. હવે જૂનાગઢમાં આગામી દિવસમાં ભવનાથ (Bhavnath)માં શિવરાત્રિનો મેળો છે તે સમયે જ વિવાદનો ફણગો ફૂટતા પોલીસ પણ સાબદી બની ગઈ છે અને જૂનાગઢની ભવનાથ (Bhavnath) તળેટીમાં અને ગિરનાર પર્વત પર પણ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ
ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ

ઓઘડ ટૂક પર બે શખ્સોએ જૈન ધ્વજ લગાવ્યો

શ્રીનાથજી દલિચાના સંત મહંત પીર યોગી સોમનાથજી ગુરુશ્રી રાજનાથજીએ ભવનાથ (Bhavnath)ની ઘટના અંગે આકરું વલણ દર્શાવ્યું છે. થોડા દિવસ અગાઉ ગિરનાર પર્વત પર નાથ સંપ્રદાયનું પવિત્ર સ્થળ ઓઘડનાથ ટૂંક ખાતે બે અજાણ્યા શખ્સો ચૂપકિદીથી ગયા હતા અને ત્યાં જૈન ધ્વજ લગાવ્યો હતો. તેઓએ ત્યાં સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. પોલીસે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વિડીયોના આધારે શોધ પણ આદરી છે.

ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ
ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ

આ અંગે જૂનાગઢ પોલીસ સક્રિય થઈ ઉઠી છે. તેના ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ (Dysp Hitesh Dhandhliya) જણાવ્યું હતું કે મહાશિવરાત્રિ નજીક હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પહેલા તો ભવનાથ (Bhavnath)ની તળેટીમાં જ પોલીસ બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો છે. તેના પછી ગિરનાર પર્વત પર પણ પોલીસ બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો છે.

ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ
ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ

સ્થાનિક સંત સમાજનો ભારે વિરોધ

સ્થાનિક સંત સમાજનો આરોપ છે કે દિગંબર સંપ્રદાયના સુનીલ સાગર સાધુ હિંદુઓ સામે ઉશ્કેરણીજનક પ્રવચનો કરે છે. તેઓએ જૈનોને હિંદુઓ સામે આ પ્રકારે ઉશ્કેરવા માંડતા આવા જ ઉશ્કેરાયેલા જૈને ભવનાથ(Bhavnath)માં ઓઘડનાથની ટૂંકની પવિત્રતાનો ભંગ કરવાનું કૃત્ય કર્યુ છે. તેમણે જણાવ્યું હતુ કે જૈનોએ આ રીતે પહેલા સમ્યક શિખર, માઉન્ટ આબુ પર્વત અને પછી પાલીતાણા પર્વત આખો પોતાના કબ્જામાં લઈ લીધો અને તેમના યાત્રાધામ બનાવી દીધા. હવે તેમની નજર ગિરનાર પર્વત પર છે. તેઓ ગિરનાર પર્વતને પણ પોતાના તાબામાં લેવા માંગે છે. હિન્દુઓ આ અંગે જો નિષ્ક્રિય રહ્યા તો તેમણે જૈનોના હાથે ગિરનાર પર્વત પણ ગુમાવવો પડી શકે છે. તેના ભાગરૂપે તેમણે ખાસ કરીને પહેલાં તો ગિરનારના સાધુસંતોને જાગવાનું અને આ પ્રકારની ઘટનાનો સક્રિય રીતે વિરોધ કરવા આહવાન કર્યુ હતુ.

ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ
ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ

ગોરખનાથની ટૂંકનો પણ વિવાદ થયો હતો

હજી થોડા સમય પહેલાં જ ભવનાથ (Bhavnath) ગુરુ ગોરખનાથની ટૂંક છે ત્યાં તોડફોડ થતાં ભારે વિવાદ થયો હતો. તેની પવિત્રતાનો પણ ભંગ થતા સંતસમાજ નારાજ થયો હતો અને તેના પછી આ ઘટના બનતા સંત સમાજ સક્રિય થઈ ગયો છે. સંત સમાજનું કહેવું છે કે શિવરાત્રિનો મેળો પૂરો થયા પછી તેઓ આ બાબત પર સઘન વિચારણા કરવા માટે બેઠકનું આયોજન કરી શકે છે.

ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ
ભવનાથ(Bhavnath)માં વિવાદ જ ભવોભવ, જૈન ધર્મની પતાકાથી વિવાદ

નાથ સંપ્રદાયના સાધુનો આક્રોશ

નાથ સંપ્રદાયના અવંતિકનાથ બાપુએ મંતવ્ય ન્યૂઝને આ ઘટનાને લઈને સવિસ્તર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારા તરફથી કે સનાતન ધર્મીઓ તરફથી કોઈપણ પ્રકારની ઉશ્કેરણી કરવામાં આવી નથી અને ભવનાથમાં મહાશિવરાત્રીનું પર્વ આનંદ અને ઉલ્લાસથી ઉજવવા ધામધૂમથી તૈયારી ચાલી રહી છે ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો આ બનાવ બન્યો છે. અમને તો પૂરેપૂરી શંકા છે કે જૈન સમાજ અને નાથ સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માટે આ પ્રકારની ઘટનાને ઓપ આપવામા આવ્યો છે. અમને તો એ સમજાતું નથી કે વગર ઉશ્કેરણીએ આ પ્રકારનું કૃત્ય શું કામ કરવામાં આવે છે. શા માટે કોઈનો તહેવાર બગાડવામાં આવે છે. શા માટે સનાતનીઓની આસ્થાની વારંવાર કસોટી લેવામાં આવે છે. અમે કોઈને નડતા નથી, તો પછી શા માટે અમારા જ તહેવારોમાં વિઘ્નો ઊભા કરવામાં આવે છે. શાંત પાણીમાં પથ્થર ફેંકીને શું કામ વમળ પેદા કરવામાં આવે છે.  આ બતાવે છે કે ભવનાથ (Bhavnath) તળેટી જાણે વિવાદની તળેટી બની ગઈ છે.


આ પણ વાંચો: જૂનાગઢમાં ભવનાથ મંદિર વિવાદ, બે સાધુઓની આત્મવિલોપનની ચીમકી

આ પણ વાંચો: જૂનાગઢમાં ભવનાથ મંદિર ફરીથી વિવાદમાઃ બે સંતોએ મહંત બનવા અરજી કરી

આ પણ વાંચો: ગિરનાર-અંબાજી મંદિરની ગાદીનો વિવાદ ગરમાયો,મહેશગીરીએ કહ્યું હરીગીરીને હટાવો નહીંતર ભવનાથ મંદિર પર કબજો કરવાની માંગ