એક તુ હી ધનવાન, બાકી સબ કંગાલ આ ગીત આપણે સાંભળીએ તો હવે એમ જ લાગે કે તે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના વિધાનસભ્યો અને સાંસદો માટે જ લખાયું છે…. જ્યારે પણ સંપત્તિની વાત આવે ત્યારે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના વિધાનસભ્યો અને સાંસદોની સંપત્તિ કરોડોના કરોડો રૂપિયામાં જોવા મળે છે, જ્યારે દેશની 80 કરોડની વસ્તી સરકારી અનાજ પર નભે છે…. જ્યારે 28 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 4,092 ધારાસભ્ય પાસેની કુલ ઘોષિત સંપત્તિનો આંકડો 73,348 કરોડને આંબે છે.,,, આમા તેમની અઘોષિત સંપત્તિનો સમાવેશ થતો જ નથી. આના પરથી જ સમજાઈ જાય છે કે સરકારે 80 કરોડ લોકોને મફત અનાજ કેમ આપવું પડે છે…..
આ જ રીતે ગુજરાતના 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર નભે છે જ્યારે 180 ધારાસભ્યોની સંપત્તિ ત્રણ હજાર કરોડ રૂપિયા છે, એવું એડીઆર રિપોર્ટ (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ)માં કહેવાયું છે…. જ્યારે દેશના સૌથી વધુ સંપત્તિવાન વિધાનસભ્યો કર્ણાટકના છે…. કર્ણાટકના કુલ 223 સાંસદો પાસે 14 હજાર કરોડથી વધુની સંપત્તિ છે…. આના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે ટોચ અને તળિયા વચ્ચે કેટલો ફરક છે…
આનો સીધો અર્થ એમ કરી શકાય કે શાસક બનવું તેનો સીધો જ એમ થાય છે કે સમૃદ્ધ થવું અને જો તમે શાસક નથી તો તમે સમૃદ્ધ પણ નથી તે આ આંકડા પરથી સ્પષ્ટપણે ફલિત થાય છે…. આની સાથે રાજકીય પક્ષોને મળતા દાનના આંકડાને જોડવામાં આવે તો જોઈ શકાય છે કે શાસક પક્ષને જ સૌથી વધુ દાન મળે છે….. આ ફક્ત વિધાનસભ્યોની જ વાત થઈ, હવે તેમા સાંસદો અને કોર્પોરેટરો તથા સરપંચોને તો જોડવામાં જ આવ્યા નથી. હવે તેમની સંપત્તિને તેની સાથે જોડવામાં આવે તો આ આંકડો સરળતાથી બે લાખ કરોડને વટાવી જાય તો આશ્ચર્ય નહીં થાય….
જ્યારે આશ્ચર્યની વાત એ છે કે કેન્દ્ર સરકાર આટલી જ રકમ મફત અનાજ માટે ફાળવે છે…. ગુજરાતના 180 ધારાસભ્યોમાંથી 55 ટકા એટલે કે 99 ધારાસભ્યો તો ગ્રેજ્યુએટ સુદ્ધા નથી, પણ સંપત્તિના મામલે તેઓ જરા પણ પાછળ નથી. જ્યારે 21 ટકા ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.
કુલ 4,092 ધારાસભ્યોમાં જોઈએ તો શાસક પક્ષ ભાજપના 1,653 ધારાસભ્યો પાસે કુલ 26,270 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું એડીઆર રિપોર્ટમાં જણાવાયું છે. આમ કુલ 73 હજાર કરોડથી વધારે સંપત્તિનો લગભગ ત્રીજા ભાગથી વધુ એટલે કે 35 ટકા જેટલો હિસ્સો ભાજપના ધારાસભ્યોનો છે. આશ્ચ્રર્યની વાત એ છે કે ભાજપનો લોકસભામાં વોટશેર પણ લગભગ આટલો જ થાય છે. જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પણ પાછળ નથી, કોંગ્રેસના કુલ 646 ધારાસભ્યો પાસે 17,357 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આમ આ રકમ કુલ ઘોષિત સંપત્તિ 73 હજાર કરોડના 18 ટકા જેટલી થાય છે. અહીં પણ આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસનો લોકસભાનો વોટશેર પણ આટલો જ છે. આ પણ જબરદસ્ત યોગાનુયોગ છે.
આમ દેશના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 19 કરોડ રૂપિયા છે. જ્યારે 119 ધારાસભ્યોની ઘોષિત સંપત્તિ 100 કરોડ રૂપિયાથી પણ વધુ છે…. તેમા મહારાષ્ટ્રમાં ઘાટકોપર પૂર્વ બેઠક પર ભાજપના પરાગ શાહ નામના ઉમેદવારની સંપત્તિ 3,383 કરોડ રૂપિયા છે, જે ગુજરાતના 180 ધારાસભ્યની કુલ સંપત્તિ કરતાં પણ વધારે છે…. જ્યારે વિપક્ષ પણ પાછળ નથી, કર્ણાટકમાં કોંગ્રેસના નાયબ મુખ્યપ્રધાન ડી આર શિવકુમાર પાસે રૂ. 1,400 કરોડથી વધુની સંપત્તિ છે….
આ જોતાં સ્પષ્ટપણે સમજાઈ જાય છે કે શાસક બનવાની સાથે જ સત્તાધીશો સમૃદ્ધિમાં આળોટવા લાગે છે, પણ હા, પ્રજાની સુખાકારીમાં જોઈએ તેટલો વધારો થતો નથી તે હકીકત છે….આવી જ સ્થિતિ હોત તો આજે ગુજરાતના 76 લાખ પરિવારો અને દેશની 80 કરોડની વસ્તીને આજે મફત અનાજ આપવું પડે છે તે આપવું પડતું ન હોત….
આજે સ્નાતક થયા હોય તો પણ નોકરીના ફાંફા છે, પણ ગુજરાત વિધાનસભાના તમે વિધાનસભ્ય બની શકો છો…. હવે સ્નાતક પણ ન થયા હોય તેવા લોકો પ્રજાની સુખાકારીની કયા પ્રકારની નીતિ ઘડતા હશે તે પણ મોટો સવાલ છે, શું વિધાનસભ્ય બનવા માટે કોઈપણ પ્રકારના લઘુત્તમ માપદંડ છે જ નહીં….
આમ ગુજરાતની વિધાનસભામાં જ 55 ટકા ધારાસભ્યો ગ્રેજ્યુએટ નથી તે જ માપદંડને આધાર માનીએ તો ગુજરાતની પ્રજાનો 55 ટકા હિસ્સો સ્નાતક નથી તેવું ચોક્કસપણે માની લેવું પડે તેમ લાગે છે. ટૂંકમાં આટલા લોકો ફક્ત ગુજરાતી લખી વાંચી જ શકતા હશે… આમ ગુજરાતના 98 ધારાસભ્યોએ પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે….
આમ ધારાસભ્ય બનવા માટેની લાયકાત પ્રજાની સેવા ઓછી પણ ધારાસભ્યથી લઈને સાંસદ તથા હાઇ કમાન્ડ સુધીનો સંપર્ક વધારે હોય તેમ વધારે પ્રમાણમાં જણાઈ રહ્યુ છે…. તેમા પણ ગુજરાતના કુલ ધારાસભ્યોમાંથી 21 ટકા ક્રિમિનલ પણ છે, આ ક્રિમિનલ તો પાછા સ્નાતક ન જ હોય ને. તેમા ગુજરાતના 26 ટકા ધારાસભ્યો સામે આવા ગંભીર ગુના નોંધાયેલા છે….
દેશના કુલ 4,092 ધારાસભ્યોમાંથી 1,205 ધારાસભ્ય એટલે કે 21 ટકા ધારાસભ્યો સામે મહિલાવિરોધી ગુના, હત્યા, હત્યાના પ્રયત્ન ઉપરાંત અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે…. ભાજપના કુલ 1,653 વિધાનસભ્યમાંથી 638 સામે ગુના નોંધાયેલા છે તો જ્યારે કોંગ્રેસના કુલ 646 ધારાસભ્યોમાંથી 52 ટકા એટલે કે 339 ગુનેગારોનો ગુનાહિત ઇતિહાસ છે…. આંધ્રની તેલુગુદેશન પાર્ટીના 134માંથી 86 ટકા એટલે કે 115 ધારાસભ્યો કેસ દાખલ થયા છે….ધારાસભ્ય સામે પોલીસ કેસ અને આવક કરતાં વધુ સંપત્તિ હોવી તે એક મોટો માપદંડ છે…. આ જ માપદંડ તેમને ધારાસભ્ય બનવામાં અને જાળવી રાખવામાં મદદ કરે છે…. આમ જો કોઈપણ વ્યક્તિએ વિકાસ કરવો હોય તો ધારાસભ્ય બનવું જરૂરી છે, પ્રજા તરીકે રહેવાથી વિકાસ નહીં થાય….
આ પણ વાંચો:ગુજરાતમાં જમીન માપણીની અરજીનો 21 દિવસમાં જ નિકાલ કરવા આદેશ
આ પણ વાંચો:જમીન માપણી મામલે હાઈકોર્ટે અધિકારીઓને આડેહાથ લેતા ફટકાર્યો દંડ
આ પણ વાંચો:અમુલ માટે પસંદ કરાયેલી ગઢકા ખાતેની જમીનની માપણી અને નકશો તૈયાર કરવા આદેશ