Not Set/ ઓપરેશન ઓલઆઉટ : છેલ્લા ૨૪ કલાકમાં સેનાએ પાંચ આતંકવાદીઓને કર્યા ઠાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવી રહેલું “ઓપરેશન ઓલઆઉટ” યથાવત જોવા મળી રહ્યું છે. આતંકીઓ દ્વારા કાશ્મીર પોલીસના ૩ કર્મીઓની હત્યા બાદ, સેના દ્વારા ચલાવાઈ રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે ત્રણ આંતકીઓને ઠાર કરાયા છે. ૨૪ કલાકમાં પાંચ આતંકીઓને કરાયા ઠાર Jammu & Kashmir: 3 more terrorists killed today, total 5 terrorists killed so far […]

Top Stories India Trending

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવી રહેલું “ઓપરેશન ઓલઆઉટ” યથાવત જોવા મળી રહ્યું છે. આતંકીઓ દ્વારા કાશ્મીર પોલીસના ૩ કર્મીઓની હત્યા બાદ, સેના દ્વારા ચલાવાઈ રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે ત્રણ આંતકીઓને ઠાર કરાયા છે.

૨૪ કલાકમાં પાંચ આતંકીઓને કરાયા ઠાર

આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ભારતીય સેના દ્વારા પાંચ આતંકીઓને ઠાર કરાયા છે. જો કે આ દરમિયાન એક જવાન પણ શહીદ થયા છે. જયારે બીજી બાજુ કુપવાડામાં આતંકીઓની ઘુસપેઠ નાકામ કરવામાં આવી છે તેમજ અન્ય વિસ્તારોમાં સેના દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકીઓના એક ગ્રુપ દ્વારા રવિવાર રાત્રે કુપવાડાના તંગધાર સેક્ટરમાં ઘુસપેઠ કરવાની કોશિશ કરી હતી, પરંતુ આ દરમિયાન સેનાના જવાનોએ આતંકીઓની શંકાસ્પદ હરકતોને જોઈ એકબીજા સામે ગોળીબારી શરુ કરી દેવામાં આવી હતી.

national-operation all out jammu-and-kashmir-srinagar-army 5-terrorists-killed-24 hours

આ દરમિયાન સેનાની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓને ઘતનાસ્થ જ ઠાર કર્યા હતા જયારે અન્ય ત્રણ આતંકીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

સેના દ્વાર્રા ચલાવવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન

ભારતીય સેનાને આતંકીઓની ઉપસ્થિતિ તેમજ ઘુસપેઠની આશંકાને જોતા એલર્ટ જાહેર કરતા કુપવાડાના અલગ અલગ વિસ્તારોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં શરુ દેવામાં આવ્યું છે. આ દરમિયાન રવિવારે સેના દ્વારા દક્ષિણી કાશ્મીરના પુલવામાં જૈશ-એ-મોહમ્મદના એક મોસ્ટ વોન્ટેડ આંતકીને ઠાર મરાયો હતો.

મહત્વનું છે કે, હાલમાં જ આતંકીઓ દ્વારા જમ્મુ -કાશ્મીર પોલીસના ૩ કર્મીઓનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતી અને ત્યારબાદ હત્યા કરી દેવામાં આવી હતી.