લદ્દાખમાં હિંસા બાદ, પોલીસે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની ધરપકડ કરી. તેમને લદ્દાખથી દૂર જોધપુર જેલમાં રાખવામાં આવ્યા છે. તેમના પર હિંસા ભડકાવવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના પર અનેક ગંભીર આરોપો છે. આ દરમિયાન, તેમની પત્ની ગીતાંજલિએ સોનમ વતી સ્પષ્ટતા રજૂ કરી છે. ગીતાંજલી કહે છે કે તેમના પરના તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે.
સોનમ વાંગચુકની ધરપકડને 48 કલાકથી વધુ સમય થઈ ગયો છે. તેઓ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે ભૂખ હડતાળ પર હતા. સોનમ પર આરોપ છે કે તેણે ભૂખ હડતાળ દરમિયાન ભડકાઉ ભાષણો આપીને લોકોને ઉશ્કેર્યા હતા અને લેહમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 4 લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ગીતાંજલિએ શું કહ્યું?
સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલીના જણાવ્યા અનુસાર, સોનમ વાંગચુકને ચાર વર્ષ પહેલાં જ્યારથી લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની અને છઠ્ઠી અનુસૂચિમાં તેનો સમાવેશ કરવાની માંગણી શરૂ કરી હતી ત્યારથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
વિદેશી ફંડિગ લેવાનો આરોપ
સોનમ વાંગચુક લદ્દાખમાં બે NGO ચલાવે છે. પહેલીનું નામ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ, લદ્દાખ (HIAL) છે અને બીજાનું નામ સ્ટુડન્ટ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) છે. SECMOL ને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) હેઠળ લાઇસન્સ આપવામાં આવ્યું હતું. જોકે, લદ્દાખ હિંસા બાદ ગયા અઠવાડિયે NGOનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન કનેક્શન પર ગીતાંજલિ શું કહ્યું?
સોનમ વાંગચુકના પાકિસ્તાન સાથેના જોડાણ પર પ્રતિક્રિયા આપતા ગીતાંજલી કહે છે કે જો આ સાચું છે તો તે ગૃહ મંત્રાલયની સૌથી મોટી નિષ્ફળતા છે. જો કોઈ પાકિસ્તાની જાસૂસ અહીં ફરતો હોય, તો ગૃહ મંત્રાલય શું કરી રહ્યું હતું? તેઓ તેમની ફરજમાં નિષ્ફળ ગયા. હું તેમની પાસેથી જવાબ માંગુ છું.
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: National News/વાંગચુક પાકિસ્તાની જાસૂસના સંપર્કમાં હોવાનો લદ્દાખના ડીજીપીનો દાવો, બાંગ્લાદેશની પણ મુલાકાત લીધી હતી
આ પણ વાંચો: National News/સોનમ વાંગચુકને NSA હેઠળ ધરપકડ કરીને જોધપુર જેલમાં મોકલવામાં આવ્યા; લેહમાં ઇન્ટરનેટ બંધ
આ પણ વાંચો: Ladakh News/વાંગચુકની પત્નીએ ધરપકડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “કોઈપણ કારણ વગર, કોઈ પણ કેસ ચલાવ્યા વિના તેની સાથે ગુનેગાર જેવો વ્યવહાર કર્યો
