Not Set/ દેશની શાંતિ ભંગ કરનારને મળશે જડબાતોડ જવાબ : મન કી બાતમાં PM મોદી

નવી દિલ્હી, આજે સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર “મન કી બાત” દ્વારા દેશવાસીઓને સંબોધ્યા હતા. પીએમ મોદીની મન કી બાતનું આ ૪૮મું સંસ્કરણ છે. Our soldiers will give an appropriate reply to anyone who tries to destroy the atmosphere of peace and progress of our nation:PM Modi in #MannKiBaat https://t.co/tiZFQ9zojH […]

Top Stories India Trending

નવી દિલ્હી,

આજે સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એકવાર “મન કી બાત” દ્વારા દેશવાસીઓને સંબોધ્યા હતા. પીએમ મોદીની મન કી બાતનું આ ૪૮મું સંસ્કરણ છે.

પીએમ મોદીએ મન કી બાતમાં આજથી ૨ વર્ષ પહેલા કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક અંગે વાતચીત કરતા સેનાના જવાનોને સલામ કર્યું હતું. તેઓએ કહ્યું, “૨ વર્ષ પહેલા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના ૨ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે હવે ૨૯ સપ્ટેમ્બરના દિવસને પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, “અમારી સેનાના જવાનો એ તમામ લોકોને જડબાતોડ જવાબ આપશે, જેઓએ આપણા દેશની શાંતિ અને ઉન્નતિના માહોલને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.

“મન કી બાત”માં દેશવાસીઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું,

જે અમારા દેશની શાંતિને ભંગ કરવાનો કોશિશ કરે છે, તેઓને જડબાતોડ જવાબ મળશે.

ભારત હંમેશા શાંતિ ઈચ્છે છે, પરંતુ દેશની આન બાન અને શાનની વાત આવે છે, ત્યારે તેને દાવ પાર લગાવીને અમે એ પરકારનું નહિ થવા દઈએ.

૮ ઓકટોબરના દિવસને દેશભરમાં વાયુસેના દિવસ તરીકે માનવવામાં આવે છે.૧૯૩૨માં ૬ પાયલોટ અને ૧૯ એરફોર્સના સૈનિકો સાથે એક નાની શરૂઆત સાથે ૨૧ મી સદીમાં અમારી વાયુસેના આ સદીની ખુબ શક્તિશાળી એરફોર્સમ શામેલ થઇ છે.

૧૯૬૫નું યુધ્દ હોય, ૧૯૭૧માંબાંગ્લાદેશની સ્વતંત્રતાની લડત કે પછી૧૯૯૯નું કારગીલનું યુદ્ધ હોય, આ તમામ જગ્યાઓ પર દેશની વાયુસેનાએ પોતાનું પરાક્રમ બતાવ્યું છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી સુધી દરેક વર્ષે ૨ ઓક્ટોબરના રોજ દેશમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.

મહાત્મા ગાંધીના વિચારોએ પૂરી દુનિયાને પ્રેરિત કર્યા હતા.

રાષ્ટ્રપિતા ગાંધીજીનો એક જ મંત્ર રહ્યો છે કે, જયારે પણ તમને કોઈ સંદેહ હોય કે તમારો અહંકાર તમારા પાર હાવી થઇ રહ્યો હોય, ત્યારે જે પણ સૌથી ગરીબ વ્યક્તિ તમે જોયો હોય, તે અંગે વિચાર કરો અને વિચારો કે તમારા આ પગલાથી તે વ્યક્તિને કઈક મળશે ?

પીએમ મોદીએ ભારતીય નેવીના કમાન્ડર અભિલાષ ટોમીની પણ પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું, સમગ્ર દેશ ચિંતિત હતો કે તેઓને કેવી રીતે બચાવવામાં આવે. કેટલાક દિવસો પહેલા ઘણા સમય સુધી આ કમાન્ડર દરિયામાં ફસાઈ રહ્યા હતા. કઈ પણ ખાધા કે પીધા વિના પોતાની જિંદગીમની લડત લડી રહ્યા હતા.

જો કે ત્યારબાદ તેઓ જયારે સુરક્ષિત પાછા આવ્યા ત્યારે હું એ અભિલાસ ટોમી સાથે વાતચીત કરી હતી, ત્યારે પણ તેઓમાં એ જ જોશની ભાવના હતી.