india news/ ATMમાં કેશની કટોકટીનો ખતરો! કેશ રિફિલ કર્મચારીઓની હડતાળથી વધી શકે મુશ્કેલી

દેશના કેટલાક રાજ્યોમાં ATMમાં રોકડ ભરતા કર્મચારીઓની હડતાળના કારણે રોકડની અછત સર્જાવાની આશંકા છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા સહિત અનેક વિસ્તારોમાં ATM સેવા પ્રભાવિત થવાની શક્યતાઓ છે.

India Breaking News
ATM

India News: દેશના અનેક રાજ્યોમાં ATMમાંથી રોકડ ઉપાડનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા સહિત કેટલાક રાજ્યોમાં ATMમાં રોકડ ભરવાનું કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જો આ હડતાળ લાંબી ચાલશે તો અનેક ATMમાં રોકડ ખૂટી શકે છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ATMમાં રોકડની સર્જાઈ શકે અછત

દેશના કેટલાક રાજ્યોમાં ATMમાં રોકડ ભરવાનું કામ કરતી કંપનીઓના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. તેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલાક ATMમાં સમયસર રોકડ ન પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો હડતાળ (Cash Refill Strike)લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો કેટલાક સ્થળોએ ATMની બહાર લાંબી લાઈનો લાગી શકે છે અને ATM મશીનોમાં ‘નો કેશ’ની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

વેતન વધારાની માંગને લઈને હડતાળ

માહિતી મુજબ ATMમાં રોકડ પહોંચાડતા અને તેનું સંચાલન કરતા કર્મચારીઓ લાંબા સમયથી વેતન વધારાની માંગ કરી રહ્યા છે. તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવતા કર્મચારીઓએ કામ બંધ કરીને હડતાળ શરૂ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે યોગ્ય વેતન ન મળે ત્યાં સુધી તેઓ કામ પર પરત ફરશે નહીં.

કયા રાજ્યોમાં સૌથી વધુ અસર?

હાલમાં આ હડતાળની અસર ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યોમાં જોવા મળી રહી છે. જોકે, જો બેંકો, રોકડ વ્યવસ્થાપન કંપનીઓ અને કર્મચારીઓ વચ્ચે જલ્દી સમાધાન નહીં આવે તો તેની અસર અન્ય રાજ્યોમાં પણ જોવા મળી શકે છે. વિશેષ કરીને આઉટસોર્સિંગ આધારિત કેશ મેનેજમેન્ટ પર આધારિત ATM પર તેની વધુ અસર થઈ શકે છે. સરકારી બેંકોનું ATM નેટવર્ક વિશાળ હોવાથી ત્યાં રોકડની અછત (Cash Shortage)ની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

બે કેશ મેનેજમેન્ટ કંપનીઓના કર્મચારીઓ હડતાળ પર

અહેવાલ મુજબ દેશની અગ્રણી કેશ મેનેજમેન્ટ કંપનીઓ હિટાચી પેમેન્ટ સર્વિસીસ (Hitachi Payment Services)અને CMS ઇન્ફો સિસ્ટમ્સના કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. આ કંપનીઓ દેશભરના મોટી સંખ્યામાં ATMમાં રોકડ પહોંચાડવાનું કામ કરે છે. ત્યારે આ બંને કર્મીઓની હડતાલને લઈ આગામી સમયમાં સમસ્યા સર્જાઈ શકે છે.

CATMiએ પણ વ્યક્ત કરી ચિંતા

CATMi એ પણ ATM નેટવર્ક પર વધતા દબાણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાના જણાવ્યા મુજબ નવા વેતન નિયમો તેમજ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થયેલા વધારાને કારણે ATM સંચાલન ખર્ચમાં આશરે 20 ટકા સુધીનો વધારો થયો છે. જેના કારણે કંપનીઓ અને કર્મચારીઓ વચ્ચે વેતન મુદ્દે વિવાદ સર્જાયો છે.

ડિજિટલ પેમેન્ટ (Digital Payment)નો ઉપયોગ વધી રહ્યો હોવા છતાં અનેક સ્થળોએ હજુ પણ રોકડની જરૂરિયાત રહે છે. તેથી હડતાળની સ્થિતિ લાંબી ચાલે તે પહેલાં જરૂરિયાત મુજબ થોડી રોકડ પોતાની પાસે રાખવી યોગ્ય રહેશે. સાથે જ શક્ય હોય ત્યાં સુધી UPI, નેટ બેન્કિંગ અને અન્ય ડિજિટલ પેમેન્ટ વિકલ્પોનો ઉપયોગ કરવો.


આ પણ વાંચો: પીએફ ખાતાધારકો માટે મોટા સમાચાર, ફોર્મ ભર્યા વગર જ ATM થી નીકળશે રોકડ; જાણો સંપૂર્ણ પ્રક્રિયા

આ પણ વાંચો:LPG… ATM થી PAN સુધી, આ 5 મોટા ફેરફારો 1 એપ્રિલથી દરેક ઘર અને દરેક ખિસ્સા પર અસર કરશે

આ પણ વાંચો:દેશમાં 2થી 3 દિવસ બંધ રહેશે ATM? PIBએ લોકોને જણાવ્યું સત્ય