Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)ના પાલડીમાં મેઘ મહેન્દ્ર શાહ પાસેથી કરોડોનું સોનું જપ્ત કરવાના કેસમાં વધુ એક ખુલાસો થયો છે. છેતરપિંડી કરનાર પિતા-પુત્રની જોડી ખોખા કંપનીના શેરબજારમાં (Stock market) રોકાણ કરીને પૈસા કમાતી હતી. એવું બહાર આવ્યું છે કે શેરમાંથી મળેલી રોકડ આંગડિયા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તેઓ ટ્રાન્સફર કરેલી રોકડમાંથી સોનું પણ ખરીદી રહ્યા હતા.
છેતરપિંડી કરનાર પિતા-પુત્ર અને આંગડિયાની તપાસ કરવામાં આવશે. અમદાવાદના પિતા-પુત્રની જોડી હાલમાં ભૂગર્ભમાં છે. મેઘ શાહને 2024 માં ગુજરાત ટૂલરૂમ સ્ક્રિપ્ટમાં રોકાણકારો તરફથી મોટું રોકાણ મળ્યું હતું અને આ રીતે લોકોએ તેમાં પૈસા રોકવાનું શરૂ કર્યા બાદ ગુજરાત ટૂલરૂમનો ભાવ અડધો થઈ ગયો ત્યારે રોકાણકારોને ભારે નુકસાન થયું. ભાવ ઘટાડાને કારણે રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. લોકો પાસેથી ફંડ એકત્ર કરવા માટે રોકાણકારો પાસેથી લગભગ 10-15 રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને જ્યારે લોકોએ ગુજરાત ટૂલરૂમમાં મોટી સંખ્યામાં રોકાણ કર્યું, ત્યારે તેની કિંમત અડધી થઈ ગઈ અને હવે તેની કિંમત 1.59 રૂપિયા છે.
કૌભાંડી પિતા-પુત્ર સાથે હવે આંગડિયાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. હવાલાની રોકડ સામે કૌભાંડીઓ સોનાની ખરીદી કરતા હતા. બુલિયનના વેપારી પાસેથી બનાવટી બિલ લેવાનો પ્રયાસ કર્યો હતો. મેઘ શાહ અને પિતા મહેન્દ્ર શાહ (કાળીયા)નું સંયુક્ત ષડ્યંત્ર ઝડપાયું હતું. આવિષ્કાર ફ્લેટમાં સતત 22 કલાક સુધી સર્ચ ઓપરેશન (Search Operation) ચાલ્યું હતું. સર્ચ દરમિયાન મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવ્યું છે. સર્ચ ઓપરેશનમાં કુલ 107.663 કિલો સોનું મળી આવ્યું છે, જેમાં 100 ગ્રામ સોનાના કુલ 879 બિસ્કીટ મળી આવ્યા છે. 87, 900 ગ્રામ સોનાના બિસ્કીટ, 19.663 કિલો જ્વેલરી, 1 કરોડ 37 લાખ 95 હજાર 500 રૂપિયાની રોકડ પણ મળી આવી છે. સર્ચ દરમિયાન 3 કરોડની કિંમતની ઘડિયાળો પણ મળી આવી છે. DRIએ સોનું, રોકડ અને કેટલાક દસ્તાવેજો કબ્જે કર્યા છે.
પિતા-પુત્ર બંધ કંપનીને ચાલુ બતાવી શેરબજારમાં લિસ્ટેડ કરી હતી. રોકાણકારોને વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવતા હતા. રોકાણ બાદ ગુજરાત ટુલરુમ સ્ક્રિપ્ટના ભાવ અડધા થયા હતા. ભાવ તળિયે જતા રોકાણકારોને કરોડોનું નુકસાન થયું હતું. 10થી 15 રૂપિયાના ભાવના શેરમાં મેઘ શાહે રોકાણ કરાવ્યું હતું. હાલ ગુજરાત ટુલરુમ સ્ક્રિપ્ટના શેરનો ભાવ 1.59 રૂપિયા છે. મેઘ શાહ મૂળ વાવ થરાદ પાસેના જેતરડા ગામનો વતની હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:‘ડબ્બા ટ્રેડિંગનો બાદશાહ’ મેઘ શાહનું ગુજરાત કનેક્શન, શેરબજારમાં નાણાં કમાવવાની મોડસ ઓપરેન્ડી!
આ પણ વાંચો:અમદાવાદમાંથી અંદાજે 83 કરોડથી વધુનું સોનુ પકડાયું
આ પણ વાંચો:એરપોર્ટ વિસ્તારમાં હોટેલમાં મહિલાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો