Ahmedabad News/ એરપોર્ટ વિસ્તારમાં હોટેલમાં મહિલાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો

પૈસાની લેવડદેવડ મામલે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હતી

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : એરપોર્ટ વિસ્તારમાં તંદૂર પેલેસ હોટેલમાંથી મહિલાની લાશ મળી આવ્યા બાદ પોલીસે તપાસ કરીને હત્યારાની ધરપકડ કરી છે. રૈસાની લેવડદેવડ મામલે પ્રેમીએ હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.આ બનાવની વિગત મુજબ 16 માર્ચ 2025ના રોજ એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી તંદૂર હોટેલમાંથી મહિલાની લાશ મળી આવી હતી.

મહિલાના ગળામાં મફલર વીંટાળેલું હતું. પ્રાથમિક તપાસમાં ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી.તપાસમાં આ મહિલા સાથે હોટેલમાં ચિંતન વાઘેલા નામનો શખ્સ રોકાયેલો હોવાનું જણાયું હતું. હત્યા બાદ તેફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે તપાસ કરીને આણંદ સોજીત્રા રોડ પર રાજોરપુર ગણેસબ્રિજ રટારીયા શોરૂમ નજીકથી ચિંતન વાઘેલાને ઝડપી લીધો હતો.

તપાસમાં તિંતન અને મૃતક મહિલા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું હતું.મૃતક મહિલાએ અગાઉ ચિંતન પાછળ રૂ.50,000 ખર્ચ કર્યા હતા. આ નાંણા એક જ દિવસમાં પરત કરવા મૃતક મહિલા ચિંતનને દબાણ કરતી હતી. ચિંતને થોડા દિવસ બાદ પૈસા પરત કરશે કહ્યું હતું. પરંતુ મૃતક મહિલાએ ચિંતનને અપશબ્દો બોલતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા ચિંતને મહિલાનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હોવાનું બહાર આવ્યું હતું.

ચિંતન ઘનશ્યામભાઈ વાઘેલા બાપુનગરમાં ઠક્કરબાપાનગર ખાતે દ્વારકેશ સોસાયટીમાં ભાડેથી રહેતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સત્યનારાયણની કથા બંધ કરાવવાનો મામલો, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા-હેમાંગ રાવલ સામસામે

આ પણ વાંચો:બાબરાના સુખપુરમાં કર ઉતારવા અંધશ્રદ્ધા 6  પશુબલિ માંડવામાં પોલીસ અને વિજ્ઞાન જથ્થા ત્રાટકયા…

આ પણ વાંચો:જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિકને ખુલ્લો પડાયો, દોરા ધાગા કરતા….