બનાસકાંઠા/ મુડેઠા ગામે ટ્રેકટરથી ટક્કર મારી સરપંચની કરાઈ હત્યા, આરોપીની ઘરપકડ

બનાસકાંઠા જિલ્લાના ડીસાના મુડેઠા ગામના સરપંચ કાંતિજી રાઠોડની મોડી રાત્રે કરપીણ હત્યા કરવામાં આવી હતી. ડ્રાઈવરને છૂટા કરવામાં આવ્યો હતો…

Gujarat Others
મુડેઠા

ગુજરાતમાં દિવસે ને દિવસે હત્યા ના બનાવ વધી રહ્યા છે. સામાન્ય બોલાચાલીમાં પણ લોકો એટલા ઉશ્કેરાઈ જાય છે કે હત્યા જેવા ભયંકર મામલેને અંજામ આપતા પણ ખચકાતા નથી. ત્યારે વધુ એક હત્યા નો બનાવ સામે આવ્યો છે. આ ઘટના  બનાસકાંઠામાં મુડેઠા ગામની છે. જ્યાં ગામના સરપંચની કરુણ હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં અમલમાં મુકાનારી સ્ક્રેપ પોલિસીનો અમલ વિલંબમાં, હજી સુધી કોઈ સુચના ન મળી હોવાના અહેવાલ

આ મામલે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ડીસાના મુડેઠા ગામના સરપંચ કાંતિજી રાઠોડની મોડી રાત્રે કરપીણ હત્યા કરવામાં આવી હતી. ડ્રાઈવરને છૂટા કરવામાં આવ્યો હતો. એનું મનદુ:ખ રાખી શનિવારની સાંજે રતનપુરાના ક્રોસિંગ આગળ ચરખીવાળા ટ્રેક્ટરથી સરપંચ કાંતિજીને જાનથી મારી નાખવાના ઈરાદે કારને આગળના ભાગે ટક્કર મારી હતી. ત્યાર બાદ ભારતજી વેલજી રાઠોડના ઘર આગળ સરપંચ અને ગામના દિનેશજી બાબુજી રાઠોડ ઊભા હતા. ત્યારે ચરખીવાળુ ટ્રેકટર નંબર જી.જે. 08. સી.જી.1294 લઇને આવેલા ઇશ્વરજી શાંતિજીને ટ્રેકટર ઊભું રાખવાનો ઇશારો કર્યો હતો.

આ પણ વાંચો : કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા અમદાવાદ સિવિલે આપી ખુશ ખબર, આજથી સાંજની ઓપીડી ફરી શરુ

મૃતક સરપંચ કાંતિજીના મૃતદેહનું ડીસા સિવિલ હોસ્પિટલમા પેનલ તબીબો પોસ્ટમોટમ કરાવી પરિવારને મૃતદેહ સોપવામા આવ્યો હતો. જ્યારે સરપંચના મોતથી ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સાથે ગામમાં અનિશ્વિત બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :શિક્ષક દિને પ્રા.શાળાના આચાર્યએ શાળામાં ગળાફાસો ખાઇ કર્યો આપધાત

આરોપીની ધરપકડ કરી કોવિડનો રિપોર્ટ કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જેની વધુ તપાસ ભીલડી ઇન્ચાર્જ પી.એસ.આઇ. પી.એન.જાડેજા ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો :શિક્ષક દિને મૈત્રી વિદ્યાલય ખાતે યોજાયો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

આ પણ વાંચો :PM મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન

આ પણ વાંચો :કેન્સરને હરાવીને ડાબા પગથી 90% દિવ્યાંગ મહિલા આજે 123 અનાથ ભુલકાઓને નિ:શુલ્ક ભણાવે છે