ગુજરાત : રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે. અધિકારીઓ ચૂંટણીના કામોમાં વ્યસ્ત છે. ત્યારે હાઈકોર્ટે પણ અધિકારીઓનો ઉધડો લીધો છે. જમીન માપણી મામલે હાઈકોર્ટે ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ અધિકારીઓ (DILR)ને આડેહાથ લીધા હતા. અધિકારીઓની ફરજ પ્રત્યે ઉદાસીનતા જોઈ હાઈકોર્ટ લાલઘૂમ થઈ હતી. જમીન માપણી મામલાની સુનાવણીમાં જસ્ટિસ નિર્ઝર એસ.દસાઈએ ટકોર કરતાં કહ્યું કે છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ બેદરકાર રહ્યા હોવાનું સામે આવ્યું છે. જમીન માપણી સહિતની અરજીઓ પર DILR દ્વારા સમયસર કોઇ કામગીરી કરવામાં આવી નથી. તેમજ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં ના આવતા ખેડૂતો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જસ્ટિસ નિર્ઝરે ગાંધીનગરના DILR અધિકારીઓએ કામગીરી ના કરતા તેમને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
જમીન માપણીની કામગીરી DILR અધિકારીઓની બેદરકારીનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. અધિકારીઓ ખેડૂતોને આ મામલે કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી. DILRના અધિકારીઓ પોતાની કામગીરી યોગ્ય રીતે ના કરતા આખરે ખેડૂતોએ હાઈકોર્ટના આશરો લેવો પડ્યો. 2-2 વર્ષ સુધી જમીન માપણી પર કોઈ કાર્યવાહી ના થતા હાઈકોર્ટના ન્યાયાધીશ લાલઘૂમ થયા હતા. કારણકે અધિકારીઓની ઢીલીનીતિના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. આ મામલે ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવતા ન્યાયાધીશ જસ્ટિસ નિર્ઝરે અધિકારીઓને ટકોર કરી કે તેઓ યોગ્ય કાર્યવાહી ના કરતા બિનજરૂરી રીતે કોર્ટમાં કેસોનું ભારણ વધી રહ્યું છે. જેના કારણે જરૂરી કેસો પર ન્યાયાધીશ ધ્યાન આપી શકતા નથી અને અન્ય અરજદારોને ન્યાયમાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.
હાઇકોર્ટે DILR કચેરીના આવા કસૂરવાર અધિકારીઓ વિરૂધ્ધ યોગ્ય પગલાં લેવા અર્થે હુકમની નકલ રેવન્યુ સેક્રેટરીને મોકલી આપવા પણ હુકમ કર્યો હતો.
આ પણ વાંચો: બિહારના દરભંગમાં બની મોટી દુર્ઘટના, લગ્નમાં ફટાકડા ફોડતા લાગી આગ, 6 લોકોના નિપજ્યા મોત
આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો નકલી પાયલોટ, બે વર્ષ સુધી મારતો હતો રોફ
આ પણ વાંચો:માનવાધિકારના ઉલ્લંઘના અંગેના અમેરિકાના રિપોર્ટને ભારતે ફગાવ્યો