Not Set/ હોસ્પિટલ છે પણ ડૉક્ટરો નથી, દાતાઓએ દિલ ખોલીને આપ્યું દાન પણ ડૉક્ટરોની અછત

ધોરાજીની સરકારી હોસ્પિટલ ગોંડલના રાજા ભગવતસિંહજી ના વખતમાં બનાવવામાં આવી છે.  ત્યારે આ સરકારી હોસ્પિટલમાં તમામ આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે સરકાર અને દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું.

Gujarat Others Trending
વ૨ 3 હોસ્પિટલ છે પણ ડૉક્ટરો નથી, દાતાઓએ દિલ ખોલીને આપ્યું દાન પણ ડૉક્ટરોની અછત

ધોરાજીની સરકારી હોસ્પિટલ ગોંડલના રાજા ભગવતસિંહજી ના વખતમાં બનાવવામાં આવી છે.  ત્યારે આ સરકારી હોસ્પિટલમાં તમામ આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે સરકાર અને દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું.  પરતું હોસ્પિટલમાં દાતાઓનું દાન જાણે એળે ગયુ હોય તેમ લાગી રહ્યું છે.  હોસ્પિટલમાં માત્રને માત્ર પ્રાથમિક સુવિધા જ અપાય છે.

વ૨ 4 હોસ્પિટલ છે પણ ડૉક્ટરો નથી, દાતાઓએ દિલ ખોલીને આપ્યું દાન પણ ડૉક્ટરોની અછત

તબીબો વગર દર્દીઓને પડી હાલકી

ધોરાજી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ થયાને આજે વર્ષો વીતી ગયા.  છતાં હજુ મહત્વના ડોકટરોની જગ્યા ભરાઈ નથી.  સરકારની લોક આરોગ્ય પ્રત્યેની જાહેરાતો પોકળ સાબિત થઈ રહી છે. દાતાઓના દાનથી બનેલી એ વર્ગ ધરાવતી સરકારી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટક દાતાઓના દાનથી અદ્યતન બનાવાવમાં આવ્યું હતું.

વ૨ 7 હોસ્પિટલ છે પણ ડૉક્ટરો નથી, દાતાઓએ દિલ ખોલીને આપ્યું દાન પણ ડૉક્ટરોની અછત

પરંતુ આજે પણ ડૉક્ટરોના અભાવના કારણે બંધ હાલતમાં પડ્યું છે. જેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક ડોક્ટરો અને સ્ટાફની ભરતી કરવામાં આવી તેવી માગ સ્થાનિક દ્વારા કરાવમાં આવી રહી છે.

વ૨ 5 હોસ્પિટલ છે પણ ડૉક્ટરો નથી, દાતાઓએ દિલ ખોલીને આપ્યું દાન પણ ડૉક્ટરોની અછત

સિવિલ હોસ્પિટલ માં એમ ડી ડોકટર ની ખાસ જરૂરિયાત છે. જે મહત્વની જગ્યા પણ લાંબા સમય થી ખાલી છે. આમ જોતા સરકારી મહેકમની સામે મોટા ભાગની તમામ જગ્યાઓ ખાલી છે ધોરાજી જામકંડોરણા ની વસ્તીને ધ્યાનમાં રાખી શહેર અને તાલુકાના ગામડાઓ ધ્યાનમાં રાખતા ધોરાજીમાં મહત્વના ડોક્ટરની જગ્યા ખાલી હોવા ને કારણે ગરીબ પરિવારના દર્દી મુશ્કેલી માં મુકાઈ ગયા છે.

વ૨ 6 હોસ્પિટલ છે પણ ડૉક્ટરો નથી, દાતાઓએ દિલ ખોલીને આપ્યું દાન પણ ડૉક્ટરોની અછત

ધોરાજી સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ એ પણ એ વાત નો સ્વીકાર કર્યો કે હાલ માં ધોરાજી સિવિલ હોસ્પિટલ માં ડોકટરો ની કમી છે અને સરકાર માં પણ ડોકટરો ની નિમણુક બાબતે જાણ કરવામાં આવી છે.