રાજકોટ/ ચોટીલા માનતા પૂરી કરવા જતા મિયાત્રા પરિવાર નો અકસ્માત ,જેની માનતા હતી તે દીકરી અને કાકાના સ્થળે જ મોત થયા

રાજય માં  કોરોના કેસ હવે ઘટતા અકસ્માતો,લૂંટ, જેવા બનાવો  વધતા જોવા મળી રહ્યા છે .ત્યારે ગઈ કાલ રાત્રે જ  રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના  બની છે .  જેમાં દીકરીની માનતા પૂરી કરવા જતાં રાજકોટના  આ મિયાત્રા પરિવારને કાળ ભરખી ગયો હતો. રાત્રે પગપાળા ચાલીને જતા આ પરિવારને પાછળથી અજાણ્યા વાહને ઠોકર […]

Rajkot Gujarat
Untitled 234 ચોટીલા માનતા પૂરી કરવા જતા મિયાત્રા પરિવાર નો અકસ્માત ,જેની માનતા હતી તે દીકરી અને કાકાના સ્થળે જ મોત થયા

રાજય માં  કોરોના કેસ હવે ઘટતા અકસ્માતો,લૂંટ, જેવા બનાવો  વધતા જોવા મળી રહ્યા છે .ત્યારે ગઈ કાલ રાત્રે જ  રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના  બની છે .  જેમાં દીકરીની માનતા પૂરી કરવા જતાં રાજકોટના  આ મિયાત્રા પરિવારને કાળ ભરખી ગયો હતો. રાત્રે પગપાળા ચાલીને જતા આ પરિવારને પાછળથી અજાણ્યા વાહને ઠોકર મારતાં જે એક વર્ષની દીકરીને માનતા હતી તે અને તેના કાકાનાં મોત નીપજતાં પરિવાર માથે આભ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી.

મળતી માહિતી મુજબ, રાજકોટના આજીડેમ સર્કલ નજીક રહેતા મિયાત્રા પરિવારને કાળ ભરખી ગયો હતો. ગઇકાલે સાંજના સમયે વરસાદે વિરામ લીધા બાદ મિયાત્રા પરિવારના 4 સભ્યો 6 વાગ્યા આસપાસ પગપાળા ચાલીને 1 વર્ષની દીકરીની માનતા પૂરી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા અને રાત્રિના લગભગ 1થી 1.30 વાગ્યાના અરસામાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદળ ગામ નજીક અજાણ્યા વાહનચાલક પાછળથી પૂરપાટ ઝડપે આવી ઠોકર મારી નાસી છૂટ્યો હતો, જેમાં 1 વર્ષની માસૂમ દીકરી નવ્યા અને તેના કાકા રવિભાઇ મિયાત્રાનું સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં, જ્યારે તેનાં માતા-પિતાને ઇજા પહોંચતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

રાજકોટની  સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલાં દીકરીની માતાને હાથમાં ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે તેના પિતાને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. લોહીલુહાણ હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડાયાં હતાં. પરંતુ એકની એક દીકરી છીનવાઇ જતાં પરિવાર ભાંગી ગયો છે.