Gujarat Weather/ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવેમ્બરના અંતથી ડિસેમ્બરમાં માવઠું અને કાતિલ ઠંડીની ગંભીર ચેતવણી આપી છે.હાલ ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવાર-સાંજે ઠંડક અને બપોરે હળવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather: ગુજરાતમાં ધીમે ધીમે શિયાળાનો અહેસાસ ગાઢ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરે હજુ પણ હળવી ગરમી જણાઈ રહી છે. પરંતુ આ શાંત હવામાન કેટલું ટકશે? એક તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) આગામી સાત દિવસ સુધી સંપૂર્ણ શુષ્ક હવામાનની આગાહી કરી રહ્યું છે, તો બીજી તરફ પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવેમ્બરના અંતથી ડિસેમ્બરમાં માવઠું અને કાતિલ ઠંડીની ગંભીર ચેતવણી આપી છે.

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આખું ગુજરાત (Gujarat) શુષ્ક રહ્યું હતું.આગામી 7 દિવસ ક્યાંય વરસાદની (Rain) કોઈ શક્યતા નથી.તેમજ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય.હાલ ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવાર-સાંજે ઠંડક અને બપોરે હળવી ગરમીનો (Heat) અનુભવ થઈ રહ્યો છે.તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દક્ષિણ આંધ્રપ્રદેશ અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં વીજળી અને વાવાઝોડાની પણ શક્યતા છે. તે જ સમયે પશ્ચિમ મધ્યપ્રદેશમાં 18-19 નવેમ્બરે કોલ્ડવેવની સ્થિતિ રહી શકે છે.

19 નવેમ્બરથી અરબ સાગરમાં નબળી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ શકે છે, જેના કારણે પવનની દિશામાં નાના-મોટા ફેરફાર થશે.આ સિવાય 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં નવું ચક્રવાત તૈયાર થવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી પહોંચી શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.18 ડિસેમ્બર સુધી રાજ્યમાં એક-બે રાઉન્ડ વરસાદની શક્યતા. પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતાં ભેજ વધશે અને અચાનક હવામાન ભેજવાળું બની શકે છે.અને 22 ડિસેમ્બર પછી ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધશે.સાથે સાથે ઉત્તરીય પવનોના કારણે રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો થશે.27 ડિસેમ્બર અને 11 જાન્યુઆરી આસપાસ હાડ થીજાવે એવી કાતિલ ઠંડી પડવાની સંભાવના છે. આ બંને તબક્કામાં મોટા ભાગના જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચું જઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી