હિંસા/ ઇટાવામાં પોલીસ અધિકક્ષકને લાફો માર્યો,હાથરસમાં પથ્થરમારો થયા બાદ લાઠીચાર્જ

બારાબંકી, રાયબરેલી, સુલતાનપુર, લખીમપુર ઘેરી સહિતના અનેક જિલ્લાઓમાં મતદાન દરમિયાન ભાજપ અને સપાના કાર્યકરો વચ્ચે ટકરાવ થયો હતો. મતદાનને લઈને થયેલા હિંસક બનાવ વચ્ચે ઇટાવા પહોંચેલા એસપી સિટી પ્રશાંતકુમારને કોઈએ લાફો માર્યો હતો

Top Stories

યુપી બ્લોક પ્રમુખની ચૂંટણી દરમિયાન અનેક સ્થળોએ હંગામો થયો છે. બારાબંકી, રાયબરેલી, સુલતાનપુર, લખીમપુર ઘેરી સહિતના અનેક જિલ્લાઓમાં મતદાન દરમિયાન ભાજપ અને સપાના કાર્યકરો વચ્ચે ટકરાવ થયો હતો. મતદાનને લઈને થયેલા હિંસક બનાવ વચ્ચે ઇટાવા પહોંચેલા એસપી સિટી પ્રશાંતકુમારને કોઈએ થપ્પડ મારી હતી. આથી ગુસ્સે ભરાયેલા પોલીસે હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આંસુ ગેસના ગોળા છોડીયા  હતા. હાથરસમાં પણ સપા-ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયા બાદ પથ્થરમારો અને ગોળીબાર શરૂ થયો હતો પરિસ્થિતિને સંભાળવા પોલીસે અહીં લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

હિંસા બાદ ભાજપના કાર્યકરોએ સુલતાનપુરમાં રસ્તો રોકી દીધો હતો. તે જ સમયે, બારાબંકીમાં, બંને પક્ષ સામ-સામે બન્યા હતા. પોલીસ સાથે ઝઘડા પણ થયા છે. લખીમપુર ખેરીમાં પણ બીડીસીના મતદાતાના મતને લઇને પોલીસ અને ભાજપ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીએસીએ મતદાન મથકો પર આગેવાની લીધી છે. ચૂંટણીમાં કુલ 145 કંપની પીએસી મૂકવામાં આવી છે. મતદાન દરમિયાન હિંસા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બારાબંકીના દેવામાં સમય પૂર્વે સંપૂર્ણ મતદાન કરાયું હતું.

બ્લોકના પ્રમુખ નામાંકન સાથે શરૂ થયેલો હંગામો હજી અટકયો નથી. નામાંકન બાદ, મતદાનના દિવસે પણ યુપીના ઘણા જિલ્લાઓમાં ભારે હંગામો થયો હતો. લખીમપુર ખેરી જિલ્લાના નાકહા બ્લોકમાં મતને લઇને ભારે હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અહીં બીડીસીના મતદાતાના મતને લઇને ભાજપ સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જ્યારે પોલીસે ગેટ પરથી હંગામો મચાવતા લોકોને હાંકી કાઢયા હતા, ત્યારે બધા જ હાઈવે પર પહોંચ્યા હતા અને બપોરના સમયે ટ્રાફિક જામ કરવાની કોશિશ શરૂ થઇ હતી. અગાઉ બ્લોક હેડ નોમિનેશનના દિવસે અહીં બનેલી મહિલા સાથે દુર્વ્યવહારનો મામલો હજી ચર્ચાયેલો છે. આ મામલે કાર્યવાહી કરતાં સીએમ યોગીએ સીઓ ઈન્સ્પેક્ટર સહિત છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે.

બારાબંકીના ત્રિવેદીગંજ બ્લોકમાં ભાજપ અને ભાજપના બળવાખોર ઉમેદવાર જૂથ વચ્ચે લડત અને પથ્થરમારો થયો હતો. પોલીસે અહીં પણ લાઠી ચાર્જ કર્યો હતો. પોલીસે લખનૌ-સુલ્તાનપુર હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક બંધ કર્યો  હતો. આંબેડકર નગર જિલ્લાના જલાલપોરમાં ધારાસભ્ય સુભાષ રાય અને પોલીસ વચ્ચે સંર્ઘષ થયો હતો. વિવાદની બાતમી મળતાં ભાજપના નેતાઓ બીડીસી સભ્યો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. આ પછી સુભાષ રાયે પણ તેમના લોકોને  અંદર લઈ જવાની કોશિશ શરૂ કરી, પરંતુ વહીવટીતંત્રે તેમને અંદર જતાં અટકાવ્યા હતાં.