Gujarat News/ દાંતામાં દારૂની બોટલો મળવા બાબતે કોંગ્રેસની કારોબારી મિટિંગમાં ધારાસભ્ય કાંતી ખરાડીનું મોટું નિવેદન

જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દાંતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત નેતાઓ હાજર રહ્યા હતા

Top Stories Gujarat Others

Gujarat News : આજે કોંગ્રેસની કારોબારી મિટિંગ દાંતા તાલુકાના પેથાપુર ગામે યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દાંતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસની આ કારોબારી મિટિંગમાં પાર્ટીને લઈને અનેકો ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી. તાલુકાની સમસ્યાઓથી લઈને જન જન સુધી પહોંચવા અને પાર્ટીને આગળ વધારવા જેવી અનેક ચર્ચાઓ આ કારોબારી મિટિંગમાં કરવામાં આવી હતી.કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ કહ્યું હતું કે, આ શબ્દ એટલા માટે કહું છું કે, વેંચવાવાળા અને પીવાવાળાનું નામ ઘણી વખતે આવે છે.

પણ હવે એ લોકોનું નામ આપી શકીએ નહીં. એટલા માટે ના આપી શકીએ કે ગાંધીજીના ગુજરાતમાં જે કર્તાહર્તા હોય છે એ દારૂ વેચે છે અને કર્તાહર્તા દારૂ પણ પીતા હશે. એટલે એમના શરીરમાં ખૂન નહિ પણ પાણી છે એટલે જ એ પાણી તપતું નથી. જો એ ખૂનની જેમ પાણી તપતું હોત તો આ વિસ્તારમાં જે દારૂ વેચાય છે અને વેચનારનું નામ પણ ના આપવું પડે અને પીવાવાળાનું નામ પણ ના આપવું પડે. એમને જ્યારે જયારે જરૂર પડી હોય અને તેમને લઈ લીધા હોત અને બંધ કર્યું હોત એટલા માટે જે કર્તાહર્તા રાજ ચલાવી રહ્યા છે એ પોતે પીવે છે અને પોતે પીવડાવે છે. એમના માટે બીજું કઈ કરી શકાતો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ

આ પણ વાંચોઃ નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી