છેલ્લા ચાર વર્ષમાં ભારતીય એજન્સીએ દુનિયાભરમાં ફેલાયેલા દાઉદના મોટાભાગના ધંધાને સરકારે બંધ કરવી દીધા છે. જેમાં મોટાભાગના બિઝનેસને દાઉદ ખુદ સંભાળે છે અથવા તેનો ભાઈ અનીસ. જેમાં દુબઈ, અમીરાત અને સાઉથ આફ્રિકામાં ફેલાયલ રિયલ એસ્ટેટનો બિઝનેસ, ડ્રગ્સ અને ડાયમંડના બિઝનેસ સૌથી મહત્વપૂર્ણ છે.
મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનો સૌથી ખાસ માનવામાં આવતો માણસ છોટા શકીલના ફોટોગ્રાફ્સ અને જાણકારીઓ ન્યુઝએજન્સીને મળી છે. જેમાં જણાવ્યા પ્રમાણે છોટા શકીલ તેના નાના ભાઈ અનવર સાથે અન્ડર ગ્રાઉન્ડથઈ ગયો છે. કાળા રંગના શર્ટમાં દેખાતો માણસ છોટા શકીલ એટલે કે બાબુમિયા છે.
લગભગ વીસ વર્ષ પહેલા તેનો એક ફોટોગ્રાફ્સ સામે આવ્યો હતો જેમાં તે ખુબ પાતળો દેખાઈ રહ્યો છે અને યંગ પણ દેખાઈ રહ્યો છે અને અત્યારે આવેલ ફોટોગ્રાફ્સમાં એકદમ અલગ જ દેખાઈ રહ્યો છે. જેમાં તેણે મૂંછો પર કાળો કલર કરાયો છે અને શરીરથી થોડો જાડો પણ થઇ ગયો છે.
યલ એસ્ટેટનો બિઝનેસ, ડ્રગ્સ અને ડાયમંડના બિઝનેસના ધંધા પર અસર થવાથી અનીસે તે બધા ધંધામાં પોતાનું માથું મારવા લાગ્યો જેની બધી જિમ્મેદારી છોટા શકીલ પર હતી. આ વાતને લઈને છોટા શકીલ અને અનીસે વચ્ચે અનબન થવાની શરુ થઇ ગઈ હતી. આ મામલો એટલો બધો વધી ગયો કે ૨૦૧૭ના મહિનામાં દાઉદ ઈબ્રાહીમને ખુદ વચ્ચે આવું પડ્યું હતું.
