National News/ ધર્મ, ઇતિહાસ અને સંસ્કૃતિનો સંગમ! દિલ્હીમાં 4 નવા ટૂરિઝમ સર્કિટથી પ્રવાસીઓને મળશે નવો અનુભવ

Delhi Tourism Circuit: દિલ્હી સરકારે અક્ષરધામ ખાતે આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન 2026 દરમિયાન 4 નવા ટૂરિઝમ સર્કિટ શરૂ કર્યા. નવા રૂટ્સમાં ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ કરાયો છે.

Top Stories India Trending
Delhi Tourism Circuit: 4 નવા ટૂરિઝમ સર્કિટ શરૂ

New Delhi News: દિલ્હીની સમૃદ્ધ આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને દેશ-વિદેશના પ્રવાસીઓ સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવા દિલ્હી સરકારે નવી પહેલ (Delhi Tourism Circuit) શરૂ કરી છે. અક્ષરધામ મંદિર (Akshardham Temple) પરિસરમાં યોજાયેલા ‘આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન 2026’ દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો હતો.

Delhi Tourism Circuit: અક્ષરધામમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન

દિલ્હી સરકારના પર્યટન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપરાંત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

Delhi Tourism Circuit: 4 નવા ટૂરિઝમ સર્કિટ શરૂ
Delhi Tourism Circuit: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો
Delhi Tourism Circuit: 4 નવા ટૂરિઝમ સર્કિટ શરૂ
Delhi Tourism Circuit: આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ પણ કાર્યક્રમમાં જોડાયા

નવા સર્કિટમાં ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોનો સમાવેશ

પર્યટન વિભાગ દ્વારા શરૂ કરાયેલા ચાર નવા સર્કિટમાં દિલ્હીના જાણીતા મંદિરો અને ધાર્મિક સ્થળો (Spiritual Tourism Delhi) ઉપરાંત ઓછા જાણીતા ઐતિહાસિક તથા સાંસ્કૃતિક સ્થળોને (Delhi Heritage Tourism) પણ સામેલ કરવામાં આવ્યા છે. સરકારનો ઉદ્દેશ પ્રવાસીઓને એક જ પ્રવાસ દરમિયાન દિલ્હીની ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતનો નજીકથી અનુભવ કરાવવાનો છે.

Delhi Tourism Circuit: 4 નવા ટૂરિઝમ સર્કિટ શરૂ
Delhi Tourism Circuit: ધર્મ, ઇતિહાસ અને સંસ્કૃતિનો સંગમ!

હેરિટેજ વૉકથી વારસાની ઝલક

Delhi Tourism Circuit: 4 નવા ટૂરિઝમ સર્કિટ શરૂ
Delhi Tourism Circuit: દિલ્હીની ધરોહર હવે એક જ સફરમાં

સંમેલનના ભાગરૂપે અક્ષરધામ પરિસરમાં વિશેષ હેરિટેજ વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સહભાગીઓને દિલ્હીની સ્થાપત્ય પરંપરા, સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા દ્વારા નવા રૂટ્સનું પ્રમોશન

નવા ટૂરિઝમ સર્કિટને વધુ લોકપ્રિય બનાવવા 12 ઓગસ્ટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર્સને આ રૂટ્સની મુલાકાત કરાવવામાં આવશે. તેઓ સ્થળોના વીડિયો, રીલ્સ અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરશે, જેથી દેશ-વિદેશના પ્રવાસીઓ સુધી આ નવા પર્યટન રૂટ્સની માહિતી પહોંચી શકે.

ફેબ્રુઆરીમાં પણ શરૂ થયા હતા 4 હેરિટેજ સર્કિટ

Delhi Tourism Circuit: 4 નવા ટૂરિઝમ સર્કિટ શરૂ

દિલ્હી સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ ‘દિલ્હીની ધરોહર’, ‘દિલ્હીનું દિલ અને વિરાસત’, ‘દિલ્હીનું રહસ્ય’ અને ‘દિલ્હી જુઓ દિલથી’ નામે ચાર હેરિટેજ-કલ્ચરલ સર્કિટ શરૂ કર્યા હતા. સરકારને આશા છે કે આવા સર્કિટથી પ્રવાસીઓ દિલ્હીમાં વધુ સમય રોકાશે અને સ્થાનિક ગાઇડ, વાહનવ્યવહાર, રેસ્ટોરાં, વેપારીઓ તથા નાના વ્યવસાયોને પણ આર્થિક લાભ મળશે.

અક્ષરધામ બન્યું આધ્યાત્મિક વિરાસતનું કેન્દ્ર

કાર્યક્રમનું આયોજન અક્ષરધામ મંદિર પરિસરમાં કરવામાં આવ્યું હતું. મંદિર તેની ભવ્ય સ્થાપત્ય કળા અને આધ્યાત્મિક વાતાવરણ માટે વિશ્વભરના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. કાર્યક્રમ દરમિયાન સદ્ગુરુ જગ્ગી વાસુદેવે અક્ષરધામ મંદિરના દર્શન કરી તેની આધ્યાત્મિકતા અને સ્થાપત્યની પ્રશંસા કરી હતી.

Delhi Tourism Circuit: 4 નવા ટૂરિઝમ સર્કિટ શરૂ
Delhi Tourism Circuit: 4 નવા સર્કિટથી પ્રવાસનને મળશે નવી દિશા

આધ્યાત્મિક વિકાસ સાથે રોજગારીની તકો

દિલ્હી સરકારનો દાવો છે કે નવા ટૂરિઝમ સર્કિટથી માત્ર પ્રવાસનને વેગ નહીં મળે, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારી અને નાના વ્યવસાયોની તકો પણ વધશે. પ્રવાસીઓની સંખ્યા અને રોકાણનો સમય વધે તો ગાઇડ, પરિવહન, હોટેલ, રેસ્ટોરાં અને સ્થાનિક વેપારને તેનો સીધો લાભ મળી શકે છે.

સંત મહંતસ્વામી મહારાજની પ્રાર્થના

આ કાર્યક્રમ સાથે અક્ષરધામના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને પણ ઉજાગર કરવામાં આવ્યું હતું. BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌના સુખ, સ્વાસ્થ્ય, સુખાકારી અને નીતિમય જીવન માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમના આયોજન અને સંકલનમાં અક્ષરધામના પ્રભારી સંત મુનિવત્સલ સ્વામીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.


આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા વડનગરના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલી વિવિધ યોજનાઓને બળ પૂરું પાડતી GSFCની અનોખી પહેલ

આ પણ વાંચો: LPG Gas Cylinder: માત્ર 6 દિવસ બાકી! 16 ઓગસ્ટ પહેલાં આ કામ નહીં કરો તો ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે

આ પણ વાંચો: વિદેશીઓએ દિલ્હીને આપ્યો ‘ઝીરો’ સ્કોર! મુંબઈને ગણાવ્યું વિદેશી પ્રવાસીઓ માટે બેસ્ટ શહેર, જાણો સરખામણીનું કારણ