સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન અંતે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવ્યું છે. રાજ્ય ચૂંટણીપંચની આજે(શનીવારે) સાંજે યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.
આગામી 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણીની સંભાવના હતી તે પ્રમાણે જ 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 6 કોર્પોરેશન અને 81 નગર પાલિકાની ચૂંટણી યોજાશે. સાથે સાથે જ 28 ફેબ્રુઆરીએ બીજા તબક્કાની ચૂંટણીઓ યોજવામાં આવશે. બીજા તબક્કામાં 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવમાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે પ્રથમ તબકાકની એટલે કે 6 કોર્પોરેશન અને 81 નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી 23 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણીની મત ગણતરી 2 માર્ચના રોજ યોજાશે.
આપને જણાવી દઇએ કે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવતાની સાથે જ આજથી રાજ્યમાં આચરસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. ચૂંટણી પંચે હાલ પ્રવર્તમાન કોરોનાનાં કાળનાં કારણે ચૂંટણી માટેની જડબેસલાક વ્યવસ્થા અને તૈયારીઓ કરી લીધી છે. રાજ્યમાં લાંબા સમયથી જોવામાં આવતી ચૂંટણી રાહ વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવતા ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટી આજથી જ કામે લાગશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
