પ્રજાસત્તાક દિવસ પૂર્વે સરહદ સુરક્ષા દળના જવાનોએ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક મહત્વપૂર્ણ ટનલ શોધી કાઢી હતી, જેને આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે તેવી શંકા છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. બીએસએફએ કહ્યું, “વિશિષ્ટ બાતમીના આધારે, બીએસએફના જવાનોએ જમ્મુના પાનસર વિસ્તારમાં એક ટનલ વિરોધી કામગીરી દરમિયાન આજે (શનિવારે) 150 મીટર લાંબી અને 30 ફૂટ ઉંડી ટનલ શોધી કાઢી છે.” પહેલાની ટનલની જેમ, આ ટનલ પણ પાકિસ્તાનના શંક્કગઢ વિસ્તારમાંથી નીકાળવામાં આવી છે, જે જૈશ આતંકવાદીઓનો મુખ્ય લોંચિંગ પેડ છે.
બીએસએફ દ્વારા સામ્બા, હિરાનગર અને કઠુઆ વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં અને જમ્મુ ક્ષેત્રમાં દસમી તારીખે મળી આવેલી આ ચોથી ટનલ છે. આ ટનલની તપાસ સાથે બીએસએફનાં જવાનોએ ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાની પાકિસ્તાનની નાપાક હરકતને નિષ્ફળ કરી દીધી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સરહદનાં ગામોમાં આતંકવાદીઓની હાજરી વિશે નિયમિત માહિતી મળતી રહી છે, પરંતુ બીએસએફનાં જવાનોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરીને આ પ્રયાસો નિષ્ફળ કર્યા છે.
https://bs.serving-sys.com/Serving/adServer.bs?cn=display&c=19&pli=1076179193&gdpr=${GDPR}&gdpr_consent=${GDPR_CONSENT_68}&adid=1082387751&ord=105dd253ab
જમ્મુ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને, બીએસએફ દ્વારા વિવિધ ખતરાઓનું મૂલ્યાંકન કર્યા બાદ પાકિસ્તાન તરફથી ઘણી પહેલ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં, આંતરરાષ્ટ્રીય સરહદે બીએસએફ દ્વારા નિયમિત રીતે એન્ટી-ટનલિંગ કવાયત હાથ ધરવામાં આવે છે. આ ટનલનું નિર્માણ પાકિસ્તાની ગુપ્તચર વિભાગ દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી માટે બનાવવામાં આવી હતી.
બીએસએફ દ્વારા આ બીજી ટનલ 10 દિવસમાં મળી આવી છે. બીએસએફ સતત પાકિસ્તાનની હરકતો પર નજર રાખી રહ્યું છે. સેના સતત આતંકવાદી ઘૂસણખોરીનાં પ્રયાસોને નિષ્ફળ બનાવવાનું ચાલુ રાખ્યું છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, ટનલ ખોદવા માટે પાકિસ્તાન વ્યાવસાયિક એન્જિનિયરોની મદદ લઈ રહ્યું છે, પરંતુ ભારતીય સૈન્ય પાકિસ્તાનનાં દરેક નકારાત્મક પ્રયત્નોને યોગ્ય જવાબ આપી રહ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
