India Agni-6 Missile Test 2026: રક્ષણ ક્ષેત્રે ભારત ટૂંક સમયમાં એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ભારત પોતાની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી અને લાંબી રેન્જ ધરાવતી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (ICBM) ‘અગ્નિ-6’ (Agni-6) ના પરીક્ષણની તૈયારી કરી રહ્યું છે. 10,000 કિમીની મારક ક્ષમતા ધરાવતી આ મિસાઇલ ભારતને ગ્લોબલ સુપરપાવરના મર્યાદિત ક્લબમાં સામેલ કરી દેશે.
‘અગ્નિ-6’ મિસાઇલની મુખ્ય વિશેષતાઓ
આ મિસાઇલ (Missile) માત્ર તેની રેન્જ માટે જ નહીં, પરંતુ તેની અત્યાધુનિક ટેકનોલોજી માટે પણ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે:
અગ્નિ-6 મિસાઇલ MIRV (Multiple Independently Targetable Re-entry Vehicle) ટેકનોલોજીથી સજ્જ છે. આનો અર્થ એ છે કે એક જ મિસાઇલ એકસાથે અનેક પરમાણુ વોરહેડ લઈ જઈ શકે છે અને અલગ-અલગ દુશ્મન ટાર્ગેટ પર ત્રાટકી શકે છે.
આ મિસાઇલની (Missile) રેન્જ 10,000 કિમીથી વધુ હોવાનો અંદાજ છે. આ રેન્જ સાથે આખું એશિયા, યુરોપ અને આફ્રિકાનો મોટો હિસ્સો ભારતના સીધા નિશાના હેઠળ આવી જશે.
અગ્નિ-6 ની ગતિ અવાજની ગતિ કરતા અનેકગણી વધારે હશે, જે તેને કોઈપણ દુશ્મન મિસાઈલ (Missile) ડિફેન્સ સિસ્ટમ માટે અજેય બનાવે છે.
આ મિસાઇલને રોડ અથવા રેલવે વેગન દ્વારા ગમે ત્યાંથી લોન્ચ કરી શકાશે, જેનાથી યુદ્ધ સમયે તેની સુરક્ષા અને ઉપયોગ કરવાની ક્ષમતા વધી જશે.
ભારત માટે આ Missile કેમ મહત્વની છે?
અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુકે પાસે જ આટલી લાંબી રેન્જ ધરાવતી મિસાઇલો હતી. અગ્નિ-6 ના સફળ પરીક્ષણ સાથે:
ચીન જેવી શક્તિઓ સામે ભારતનું વ્યૂહાત્મક પલ્લું ભારે થશે.
ભારતની સૈન્ય તાકાત અને ટેકનોલોજીકલ ક્ષમતાનો ડંકો આખી દુનિયામાં વાગશે.
DRDO દ્વારા સ્વદેશી રીતે વિકસિત આ મિસાઇલ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનની મોટી સફળતા સાબિત થશે.
રક્ષણ નિષ્ણાતોના મતે, અગ્નિ-6 ભારતની સંરક્ષણ ક્ષમતામાં ‘ગેમ ચેન્જર’ સાબિત થશે અને હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચો :અબુ ધાબીમાં મિસાઇલનો કાટમાળ પડતા આગ, 5 ભારતીયો ઇજાગ્રસ્ત, એર ડિફેન્સ સિસ્ટમ હાઇ એલર્ટ પર
આ પણ વાંચો : ઇરાને અમેરિકાને કર્યું મોટું નુકસાન : 2,400 પેટ્રિયટ મિસાઇલો ખર્ચાઈ,ચીને લીધી મઝા
આ પણ વાંચો :ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?
