Ahmedabad News/ અમદાવાદમાં આંતરધર્મીય લગ્ન મુદ્દે વિવાદ: કોર્ટ બહાર VHPનો વિરોધ, લગ્ન નોંધણી મોકૂફ

હાઈકોર્ટના આદેશ બાદ આંતરધર્મીય કપલ લગ્ન (Interfaith Marriage Ahmedabad) નોંધણી માટે કોર્ટ પહોંચવાનું હતું, VHP વિરોધ વચ્ચે કાર્યવાહી હાલ પૂરતી મોકૂફ રાખાઈ

Top Stories Ahmedabad Gujarat Breaking News
Interfaith Marriage Ahmedabad: VHPનો વિરોધ,લગ્ન નોંધણી મોકૂફ

Ahmedabad News: અમદાવાદની ઘી કાંટા કોર્ટ ખાતે આંતરધર્મીય યુવક-યુવતીના લગ્ન (Interfaith Marriage Ahmedabad) નોંધણી મામલે ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. હાઈકોર્ટના આદેશ બાદ કપલ ખાસ લગ્ન અધિનિયમ હેઠળ લગ્ન નોંધણી માટે પહોંચવાનું હતું, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોના વિરોધ વચ્ચે કાર્યવાહી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.

કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કપલ કોર્ટમાં પહોંચે તેવી માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો. કોર્ટ બહાર VHP કાર્યકરોએ જયશ્રી રામના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. જો કે સમગ્ર વિરોધ શાંતિપૂર્ણ રહ્યો હતો.

VHPએ કાયદાકીય લડતની વાત કરી

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોનું કહેવું છે કે તેઓ આ મામલે કાયદાકીય રીતે આગળ વધશે. સંગઠનના કાર્યકરોએ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂઆત કરીને લગ્ન (Interfaith Marriage Ahmedabad) નોંધણી અટકાવવાની માંગ કરી હતી. ત્યારબાદ નોંધણી પ્રક્રિયા હાલ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Interfaith Marriage Ahmedabad: યુવતી નારી સંરક્ષણ ગૃહમાં

આ કેસમાં યુવતી છેલ્લા બે મહિનાથી અમદાવાદના નારી સંરક્ષણ ગૃહમાં રહે છે. મહેસાણા જિલ્લામાં લિવ-ઇનમાં રહેતા આ કપલને અગાઉ અલગ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ યુવકે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

હાઈકોર્ટનો મહત્વનો આદેશ

ગુજરાત હાઈકોર્ટે કપલને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી કરવાની મંજૂરી આપી હતી. સાથે જ યુવકને યુવતીની આર્થિક સુરક્ષા માટે તેના નામે 3 લાખ રૂપિયા જમા કરાવવા પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટનું માનવું હતું કે ભવિષ્યમાં કોઈ વિવાદ સર્જાય તો યુવતીની સુરક્ષા સુનિશ્ચિત રહેવી જોઈએ.

અગાઉ પણ થયો હતો વિવાદ

આ પહેલા પણ અમદાવાદમાં હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન (Interfaith Marriage Ahmedabad) નોંધણી મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો. ત્યારે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે કપલને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:ભાગેડુ લગ્ન પર સરકારની લગામ કસવાની તૈયારી, ક્લાસ-2 અધિકારીની પૂર્વ મંજૂરી અનિવાર્ય

આ પણ વાંચો:પ્રેમલગ્નો મુદ્દે હવે સમાજની સાથે-સાથે સરકારની પણ લાલ આંખ, નવો કાયદો બની શકે

આ પણ વાંચો:ગુજરાતમાં લગ્ન નોંધણી બિલ રજૂ, 30 દિવસ સુધી વેબસાઇટ પર લોકો આપી શકશે વાંધા સૂચનો